News of Monday, 28th October 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દુધાળા-લાઠી હેલિપેડ પર ઉષ્માસભર સ્વાગત
વડાપ્રધાનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ ભાવપૂર્વક આવકાર્યા

અમરેલી તા.૨૮ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. લાઠી-અમરેલી ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી ઉમળકાભેર આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દુધાળા- લાઠી હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં રાજ્ય પોલીસ વડા (ડી.જી.પી) શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ સહિતના અધિકારીશ્રીઓ - પદાધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.
(ધર્મેશ)
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
