News of Tuesday, 29th October 2024
મોરબીની બજારમાં તહેવારોની ભારે ભીડ, ત્રણ બાળકો વિખુટા પડતા પોલીસે મિલન કરાવ્યું.
ટ્રાફિક પીઆઇ અને કોન્સ્ટેબલે બાળકોના માતાપિતાને શોધી કાઢી માનવતા દાખવી

મોરબીમાં દિવાળીનો તહેવાર નજીક આવતા જ તમામ બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડતા હકડેઠઠ ભીડમાં માતાપિતા સાથે આવેલા બાળકો વિખુટા પડી જવાની ત્રણ ઘટનાઓ બનતા મોરબી ટ્રાફિક પીઆઇ અને કોન્સ્ટેબલે આવા ત્રણ બાળકોને હૂંફ આપી માતાપિતા સાથે મિલન કરાવ્યું હતું.
મોરબીના નગરદરવાજા ચોકમાં દિવાળીની ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો છે અને ચોતરફ ભીડ વચ્ચે પગ મુકવાની જગ્યા પણ મળવી મુશ્કેલ હોય માતાપિતા સાથે આવેલ નાના બાળકો વિખુટા પડવાની આજે સોમવારે ત્રણ ઘટનાઓ બની હતી જેમાં ટ્રાફિક પીઆઇ ડી.બી.ઠક્કર અને કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરાએ આ ત્રણેય બાળકોને પ્રેમ હૂંફ આપી માતાપિતાને શોધી કાઢી ખરાઈ કર્યા બાદ ત્રણેય બાળકોને માતાપિતાને સોંપી આપી ખાખીની માનવતા દર્શાવી.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
