News of Tuesday, 29th October 2024
કચ્છમા મહેમાન બની આવેલ માસીયાઈ ભાઈ બન્યો હત્યાનો આરોપી
પત્ની સાથે આડા સંબંધ રાખનાર માસિયાઇ ભાઈને કુહાડી વડે વાઢી નાખ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છના લખપત તા.ના મીંઢીયારી ગામે આડાસબંધમાં માસિયાઈ ભાઈની હત્યાનો બનાવ બન્યો હતો. હજી એક દિવસ પહેલાં જ ગાંધીધામમાં પોતાની કૌટુંબિક બહેનો સાથે સોશ્યલ મિડિયા ફ્રેન્ડશિપ રાખનાર મિત્રની અન્ય મિત્રો દ્વારા કરાયેલ હત્યાનો બનાવ હજી તાજો જ છે.
ત્યાં હત્યાનો સતત બીજો બનાવ બન્યો છે. ૩૦ વર્ષીય યુવાન અબ્દુલા સિદિક સોઢાની હત્યા તેના માસિયાઈ ભાઈ સલીમ જુમા થૂડીયાએ કરી હતી. આરોપી સલીમની પત્ની સાથે મૃતક સિદિક ને આડા સંબંધ હતા. આરોપી સલીમ ની પત્ની રિસામણે છે. હત્યા પૂર્વે આરોપી સલીમ પોતાના મસિયાઈ ભાઈ મૃતક સિદિકના ઘેર મહેમાન બની આવ્યો હતો અને રાત્રે એની સાથે ખેતરે પાકની ચોકી માટે ગયો હતો.
ત્યાંજ રાત્રે તેણે કુહાડી ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. બાદમાં સવારે બધા સગા વહાલાને ફોન કર્યા કે સિદિકની હત્યા થઈ છે. જોકે, પોલીસે શંકાના આધારે તેને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
