<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

કેશોદ પાસે ટ્રેન હડફેટે લુશાળા ગામના વૃધ્‍ધ મહિલાનું મોત

પહેલા માળેથી પડી જતા કતકપરાના યુવાનનું મૃત્‍યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૨૯: કેશોદ પાસે ટ્રેન હડફેટે લુશાળા ગામના વળદ્ધ મહિલાનું મોત થયું હતું.

વંથલી તાલુકાના લુશાળા ગામે રહેતા ૭૫ વર્ષના રૂપાબેન બાબુભાઈ ડાભી નામના વળદ્ધા છેલ્લા બે વર્ષથી માનસિક અસ્‍થિર હોય અને અવારનવાર રેલવેના પાટા ઉપર ચાલીને જતા રહેતા હતા જે પ્રમાણે ગઈકાલે  ડેરવાણ બાજુ ચાલીને જતા હતા ત્‍યારે નાજભાઇ  આહિરની વાડી પાસે ટ્રેનની ઝડપે આવી જતા મળત્‍યુ નીપજ્‍યું હતું.

આ બારામાં કેશોદ પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પડી જતા મોત

માણાવદર તાલુકાના કતકપરા ગામના ૩૦ વર્ષના ધર્મેશભાઈ ધીરુભાઈ પરમાર વંથલીમાં આવેલ ભાણાવાવ મંદિરે બ્રેકર વડે પહેલા માળે સ્‍લેબ તોડવાનું કામ કરતા હોય અને પહેલા માળેથી અચાનક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમ્‍યાન મળત્‍યુ થયું હતું.

ઝેરી દવા પીતા મોત

કેશોદના ઇન્‍દિરા નગરમાં રહેતા ૫૭ વર્ષના બીપીનભાઈ વીરાભાઇ મારુને બીપીની તકલીફ અને છેલ્લા પાંચ વર્ષથી કેન્‍સરની પણ બીમારી હોય જેનાથી કંટાળી જઈને ઝેરી દવા પી લેતા વળદ્ધનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

(10:11 AM IST)