<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ધીરગુરુદેવની નિશ્રામાં બોટાદ સંપ્રદાયના દીક્ષાર્થીનું સન્‍માન

રાજકોટઃ સમસ્‍ત કલકત્તા સ્‍થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે બોટાદ સંપ્રદાયમાં દીક્ષા અંગીકાર કરનાર ૧૮ વર્ષના વૈરાગી દર્શનકુમાર માલવણીયા સીએની ભવ્‍ય શોભાયાત્રા મુખ્‍યમાર્ગે થઇને કમાણી જૈન ભવન-ધર્માલયમાં પહોંચ્‍યા બાદ સંઘો, મંડળો વતી શાનદાર સન્‍માન કરાયું હતું. રજતશ્રીફળ અર્પણનો લાભ તારાબેન જેઠાલાલ મોદી, તિલકવિધિનો રીટાબેન ભરતભાઇ ભાયાણી અને જીવદયા કળશનો મંજુલાબેન ચંપકલાલ શાહ, રસિલાબેન હિંમતલાલ શેઠ પરિવારે તથા લોગસ્‍સ જાપ નવકારશીનો રપ૦૦૦ની યોજનામાં ૪૦ જેટલા દાતાઓએ લાભ લીધેલ. દર્શનકુમારના વકતવ્‍યથી સહુ ભાવવિભોર બન્‍યા હતા.

(11:27 AM IST)