<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ધોરાજી ફટાકડાનું હબ બન્‍યું: સૌરાષ્‍ટ્રમાંથી ફટાકડા લેવા પ્રતિવર્ષ ધસારો

ધોરાજી,તા. ૨૯: સામાજીક સંસ્‍થાઓના ભગીરથ પ્રયાસોથી આજે ધોરાજી શહેર સમગ્ર સૌરાષ્‍ટ્રમા ફટાકડા વેચાણ માટેનું હબ બની ઉભરી આવ્‍યું છે.

ધોરાજીમાં માધવ ગૌસેવા ટ્રસ્‍ટ,  તેમજ તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટ વિગેરે   સંસ્‍થાઓ દ્વારા ગૌશાળા, અને સામાજીક અને સેવાકીય પ્રવળતિઓ માટે ભંડોળ એકત્ર કરવા ફંડ ફાળો ન કરવો પડે અને કોઈની સામે હાથ લાંબો કરવાને બદલે ફટાકડા બનાવતી કંપનીઓ પાસેથી સીધી જ ખરીદી કરી ગ્રાહકોને તદન રાહતદરે ફટાકડાનું વેચાણ કરી જે નફાની રકમ મળે તેને રાષ્‍ટ્રીય આપદા,

 સમયે, મેડિકલ કેમ્‍પ માટે, ગૌ માતાની સેવા માટે, ધાર્મિક કાર્યો માટે વાપરવામાં આવે છે. ધોરાજીમાં આ સંસ્‍થા દ્વારા ફટાકડાનું વેચાણ પ્રતિવર્ષ થઈ રહ્યું છે. ધોરાજીમાં ફટાકડાના શોખીનો દ્વારકા,ભુજ કચ્‍છ સોમનાથ, અમરેલી, જુનાગઢ, રાજકોટ પોરબંદર વેરાવળ સુરેન્‍દ્રનગર સહિતનાં જિલ્લા સૌરાષ્‍ટ્ર ભર માંથી ભારે ધસારો રહે છે.

લોકોની લાઇનો લાગી

જામકંડોરણા રોડ ઉપર માધવ ગૌસેવા ટ્રસ્‍ટ તેમજ કુંભારવાડામાં આવેલ તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાહત ભાવે ફટાકડા નું વિતરણ શરૂ કરવામાં આવે છે ત્‍યારે જ સમગ્ર સૌરાષ્‍ટ્ર ભર માંથી લોકો ફટાકડા લેવા માટે ધોરાજી એટલે શિવા કાશી ગણીને અહીં લાઈનમાં ઊભા રહીને ફટાકડા લેવા માટે આવે છે જેનો અર્થ એવો થાય છે કે હવે ધોરાજી ફટાકડા નો હબ એટલે સીવા કાશી બની ગયું છે સૌરાષ્‍ટ્ર ભરમાંથી આ ભાવે કયાંય પણ ફટાકડા ન મળે એટલા ઓછા ભાવે અને રાહત ભાવે ફટાકડાનું વિતરણ ધોરાજીની માધવ ગૌશાળા ટ્રસ્‍ટ દ્વારા થઈ રહ્યું છે.

ધોરાજી માધવ ગૌ સેવા ટ્રસ્‍ટના આયોજક ભુપતભાઈ કોયાણી સંસ્‍થાના પ્રમુખ જયેશભાઈ વઘાસિયાએ માહિતી આપવા જણાવેલ કે અમારી સંસ્‍થા એટલે માધવ ગૌસેવા ટ્રસ્‍ટ જેમાં છેલ્લા ઘણા વર્ષોથી ગાયોની સેવા અમે કરી રહ્યા છીએ અને ગૌ સેવાના કાજે ફંડ ફાળો કરવો પડતો હતો ત્‍યારે ગાયોની સેવા થતી હતી પરંતુ છેલ્લા દસ વર્ષથી અમોએ ગૌ સેવાના લાભાર્થે રાહત ભાવે ફટાકડા વેચવાનો શરૂ કરતા અને ડાયરેક્‍ટ સીવા કાશી કંપનીમાંથી જ ફટાકડા અમો લાવીએ છીએ અને એ સૌરાષ્‍ટ્ર ભરમાં અમારા જેવા ફટાકડા અને ઓછા ભાવે  મળે એ હેતુથી વધુમાં વધુ લોકોને રાહત ભાવે ફટાકડા મળે અને અમને જે પૈસાનો લાભ મળે તે ગૌ સેવા તેમજ સમાજ સેવામાં રૂપિયા નો ઉપયોગ થાય એવા હેતુથી અમોએ ફટાકડા વેચવાનું શરૂ કર્યું હતું જેનો સમગ્ર સૌરાષ્‍ટ્ર ભરમાં ખૂબ જ જન સમર્થન મળી રહ્યું  અને માત્ર ૧૦ દિવસના ગાળામાં અમારા ફટાકડા નું વિતરણ થઈ જતું હોય છે

મહત્‍વની બાબત એ છે કે સૌરાષ્‍ટ્ર ભરમાં ફટાકડાના વેપારમાં જે ખાનગી વેપાર થતો હોય છે ત્‍યાં ફટાકડાના ભાવમાં ડબલ થી પણ વધારે પૈસા લેતા હોય છે પરંતુ અમો કંપનીના જે ભાવે ફટાકડા મળે છે એમાં માત્ર ૧૦ ટકા જેવો વધારો કરી અને સૌથી સસ્‍તા ભાવે અને સૌથી ઊંચી કોલેટી ના ફટાકડા નું વેચાણ અમો કરીએ છીએ જેનો ગ્રાહકોને સીધો લાભ થાય છે એટલે જ સૌરાષ્‍ટ્ર ભર માંથી લોકો અહીં ફટાકડા લેવા માટે આવે છે.

ફટાકડા વિતરણની બાબતમાં કોઈ ધક્કા મૂકી ન થાય તે પ્રકારની વ્‍યવસ્‍થા અમારા ગૌ સેવા ટ્રસ્‍ટના ૨૦૦થી વધારે કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે.

ધોરાજીમાં દર વર્ષે ૮ થી ૧૦ કરોડના ફટાકડા વેચાતા હોય અને સૌરાષ્‍ટ્ર ભરવાથી લોકો ધોરાજી ખાતે ફટાકડા લેવા આવતા હોય ત્‍યારે ધોરાજીના ખાણીપીણી વગેરે વિસ્‍તારોમાં પણ દિવાળીની રોનક જોવા મળી રહી છે.

આ સમયે  અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, સમસ્‍ત સિંધી સમાજના ઙ્કમુખ દિલીપભાઈ હોતવાણી તેમજ ધોરાજીના બ્રહ્મસમાજના યુવા અગ્રણી નયનભાઈ કુહાડીયા તેમજ ભરતભાઈ બગડા વિમલભાઈ સોંદરવા વિગેરે માધવ ગૌસેવા ટ્રસ્‍ટની ફટાકડા વિતરણ વ્‍યવસ્‍થા ની મુલાકાત લીધી હતી અને ખૂબ જ સુંદર સેવા ને બિરદાવી હતી.

(11:51 AM IST)