<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ગોંડલમાં ગણેશભાઇ જાડેજાનું સન્‍માન

ગોંડલ : ગોંડલ નાં ધારાસભ્‍ય નાં પુત્ર અને નાગરિક બેંક નાં વાઇસ ચેરમેન ગણેશભાઈ જાડેજા તથા તેમનાં પિતા પુર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાને દલીત સમાજ દ્વારા સંચાલીત સૌરાષ્‍ટ્ર ની વિવિધ મજુર બાંધકામ મંડળીઓ દ્વારા સન્‍માનિત કરી સમર્થન વ્‍યક્‍ત કરાયું હતું. આ તકે ઉપસ્‍થિત સમાજ અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્‍યું કે જયરાજસિંહ જાડેજા નાં પરીવાર દ્વારા સમાજ નાં તમામ વર્ણ ની સેવા કરાઇ રહીછે.દલીત સમાજ હમેંશા તેમની સાથેજ છે.કોઇ એકાદ ઘટનાને કારણે આ સમાજ દુર થાય તે શકય નથી. જીલ્લા મજુર બાંધકામ સહકારી સંઘ નાં પ્રમુખ ખાંડાધાર નાં શામજીભાઇ ડાંગર, રાજકોટ મંડળી નાં રાજુભાઇ બગડા,જુની સાંકળીનાં સંજયભાઈ મુછડીયા,બોરડી સમઢીયાળા નાં નાનજીભાઈ સોલંકી,જેતપુર નાં દિલીપભાઈ વાઘેલા,છત્રાસા નાં દાનાભાઇ રાઠોડ, જાંજમેર નાં દુર્લભજીભાઈ બગડા,વેલજીભાઈ બાબરીયા, રેશમડી ગાલોલના મેઘજીભાઇ મકવાણા,મોટા ગુંદાળા નાં નાથાભાઈ સોલંકી,પડધરી અનુ.જાતી મોરચા નાં પ્રમુખ જગદીશભાઈ પરમાર સહિત વિશાળ સંખ્‍યા માં ઉપસ્‍થિત રહી સન્‍માન સાથે સમર્થન વ્‍યક્‍ત કર્યુ હતુ.(તસ્‍વીર : અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય, ગોંડલ)

(12:11 PM IST)