<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

દિપાવલી પર્વે વેપારીઓને સજાગતા રાખવા જૂનાગઢ એસપીની અપીલ

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૯: સોમવારે વાઘબારસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ એક સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને લઈને સુરક્ષા કાયદો વ્યવસ્થા માટે પેટ્રોલિંગ સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ દિવસોમાં વેપારી ગ્રાહકે તકેદારી રાખવી. કોઈની લાલચમાં આવું નહીં, તમારી વસ્તુ નીચે પડી ગઈ છે, પંચર પડ્યું છે તેમ કોઈ અજાણી વ્યકિત જણાવે તો ડર કે ભયમાંથી બહાર આવશો.

ખાસ કરીને બેંકમાંથી મોટી રકમ જમા ઉપાડ વખતે અને કીમતી વસ્તુ, નાણાના સ્થળાંતર દરમિયાન એક વ્યકિતએ નહીં પરંતુ બે વ્યકિતએ સાથે રહેવું અને કોઈ પીછો કરતું હોય તો તે અંગે નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૦૦ નંબર ઉપર જાણ કરી સજાગ, સલામત રહેવા અપીલ કરી હતી.

ગઇ કાલ વાઘબારસ સાથે દિવાળી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. ત્યારે એસપી હર્ષદ મહેતાએ સોશ્યલ મીડીયા મારફત એક વિડીયો કલીપ મારફત સંદેશો આપી વેપારીઓ અને જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે.

શ્રી હર્ષદ મહેતાએ જણાવ્યુ હતું કે દિવાળીના તહેવારોને અનુલક્ષીને સુરક્ષા કાયદો  અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આ તહેવાર દરમ્યાન વેપારી ગ્રાહક આમ જનતાએ તકેદારી રાખવી કોઇની લાલચમાં આવવું નહીં તમારી વસ્તુ નીચે પડી ગઇ છે પંચર પડ્યુ છે. તેમ કોઇ અજાણી વ્યકિત જણાવે તો ડર કે ભયમાંથી બહાર આવશો ખાસ કરીને બેંકમાંથી મોટી રકમ જમા ઉપાડ વખતે અને કિંમતી વસ્તુ નાણાના સ્થળાંતર દરમ્યાન એક વ્યકિત એ નહીં પરંતુ બે વ્યકિત એ સાથે રહેવું અને કોઇ પીછો કરતુ હોય તો તે અંગે નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૦૦ નંબર ઉપર જાણ કરી સાવચેત સલામત રહેવા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ અપીલ કરી છે.

અને જૂનાગઢ ડીવાયએસપી શ્રી હિતેષ ધાંધલ્યા તેમજ એલસીબી પીઆઇ જે.જે.પટેલ, એસઓજીના પીઆઇ પી.કે. ચાવડા, પીએસઆઇ એસ.એ.સોલંકી, એ ડીવીઝન પીઆઇ બી.બી.કોળી તથા બી ડીવીઝન પીઆઇ પી.સી. સરવૈયા શહેર ટ્રાફિક શાખાના પીએસઆઇ એસ.એન. જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ સતત વ્યવસ્થા જાળવી રહ્યા છે.

(2:54 PM IST)