<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

મીશન મુસ્કાન અંતર્ગત ગુમ થનાર બાળકને સોંપી આપતી દરબારગઢ પોલીસ

જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ એન. ઝાલાએ ગુમ થનાર બાળકોને તાત્કાલીક શોધી તેમના વાલી વારસને સોંપી આપવા સુચના આપેલ હોય,

જે અંગે તેજસ્વીબા ડો/ઓફ શકતીસિંહ સાહેબજી જાડેજા ઉ.વ.૮ રહે.દરેડ ઉદ્યોગ ફેસ-ર જામનગર મુળ ગામ વિઢ ગામ તા.માંડવી જી.કચ્છ વાળા પોતાના વાલીથી અલગ પડી ગયેલનુ જણાવતા તાત્કાલીક પોલીસ ઇન્સપેકટર શ્રી એન.એ.ચાવડા સાહેબ ના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના દરબારગઢ પો. ચોકીના પો.સબ.ઇન્સ. વી.આર.ગામેતીે ચોકીનો સ્ટાફના માણસો સદરહુ બાળકના વાલીને શોધી કાઢી ગુમ થનાર બાળકને તેના વાલી વારસને શોધી કાઢી તેના સોંપી આપેલ છે.આ કામગીરી પો.હેડ.કોન્સ જયેશભાઇ દલસુખભાઇ વઢેલ તથા પો.કોન્સ. વીજયભાઇ બળદેવભાઇ કાનાણી દ્રારા કરવામા આવેલ છે.

(2:05 PM IST)