News of Tuesday, 29th October 2024
ધરાઇની શ્રી બાલમુકુન્દ પ્રભુની હવેલીમાં ૯મીથી ચાર દિવસ અલોકીક મનોરથ

રાજકોટઃ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઇ મુકામે આવેલ સુપ્રસિધ્ધ શ્રી બાલમુકુન્દ પ્રભુની હવેલીમાં આગામી તા.૯,૧૦,૧૧,૧૨ નવેમ્બરના અલોૈકીક મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી બાલમુકુન્દ પ્રભુહવેલી ટ્રસ્ટના મંત્રી અને મુખ્યાજી શ્રી મિતુલભાઇ જનકભાઇ જોષી (મો.૮૨૩૮૨ ૧૬૯૧૬) અને મુખ્યાજી શ્રી કુલદિપ જોષી (મો.૯૧૦૬૦ ૩૫૧૬૯)ના જણાવ્યા મુજબ આ હવેલી ૩૫૦ વર્ષ જુની છે. તા.૯થી૧૨ નવેમ્બર દરમ્યાન હવેલીના આંગણે આયોજીત અલોૈકીક મનોરથમાં ઠાકોરજીને દરરોજ વિવિધ સામગ્રીઓ ધરવામાં આવશે. આ મનોરથનો લ્હાવો અને મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
