<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

જામનગર જીલ્લામાં ટ્રેકટર- ટ્રોલીની ચોરી કરનારા ઝડપાયાઃ ૧૪ ચોરીનો ભેદ ઉકેલાયો

ઘેલુભા જેઠવા અને અરશી કંડોરીયાની ધરપકડઃ જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ૧૪.૬૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૯ઃ જામનગર જીલ્લામાં ટ્રેકટર તથા ટ્રોલી (લારી)ની ચોરી કરનાર ઇસમોને પકડી ૧૪ ચોરીનો ભેદ જામનગર-લોકલ ક્રાઇમબ્રાંચે ઉકેલ્યો છે. પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ઍલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.ઍમ. લગારીયા પો.સ.ઇ. પી.ઍમ. મોરી, પો.સ.ઇ. ઍ.કે. પટેલ ઍલ.સી.બી. સ્ટાફે કાર્યવાહી કરી છે.

જામનગર જીલ્લાના લાલપુર, જામજોધપુર, શેઠ વડાળા, કાલાવડ પંચ-ઍ તથા પંચ બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના ગામડામાં દોઢેક વર્ષના સમય ગાળા દરમ્યાન ટ્રેકટર તથા ટ્રોલી (લારી) ચોરીના બનાવ બનેલ, સદરહુ ચોરીઓ સંડોવાયેલ (૧) ઘેલુભા નારૂભા જેઠવા (૨) અરશીભાઈ પુંજાભાઈ કંડોરીયા નાઓઍ સાથે મળી કરેલ છે. મજકુર બન્ને હાલે ચોરી કરવા માટે લાલપુર બાયપાસ થી દરેડ જતા પુલીયા પાસે રોડ ઉપર મળી ઉભેલ છે. જે બાતમી આધારે બન્નેને પકડી વિશ્વાસમા લઇ પુછપરછ કરતા નીચે જણાવેલ ગુન્હાઓ કરેલ ની કબુલાત કરેલ હોય,જેથી ઇસમો વિરૂધ્ધ પોલીસ સબ ઇન્સ શ્રી ઍ.કે.પટેલ નાઓઍ કાયદેસર કાર્યવાહી કરી પંચ બી ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

પોલીસે (૧) ટ્રેકટર ની ટ્રોલી (લારી) -૧૩ (૨) મીની ટ્રેકટર-૧ (૩) ગુન્હામા ઉપયોગ લીધેલ ટ્રેકટર-૧ (૪) ગુન્હામા ઉપયોગ લીધેલ મો.સા.-૧ (૫) મોબાઇલ ફોન-૨ જે રીકવર મુદામાલ કિ.રૂ. ૧૪,૬૯,૦૦૦/-જપ્ત કરેલ છે.

બંન્ને આરોપીઓ ભેગા મળી પોતાના મોટર સાયકલમા જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ટ્રેકટર/ટ્રોલી (લારી) ની ચોરી કરવા સારૂ દિવસ દરમ્યાન રેકી કરતા હતા અને દિવસ દરમ્યાન આરોપીઓને કોઇ ટ્રેટકર કે ટ્રોલી ખુલ્લા ખેતરોમા કે લોકોની અવર જવર ન હોય તેવી જગ્યાઍ જોવા મળે તો રાત્રીના સમયે કોઇ વ્યકિત પાસેથી ટ્રેકટર મેળવી તે ટ્રેકટર વડે ટ્રોલીઓની ચોરીઓ કરતા હતા અને આજુબાજુના ખેડુતોને આ ટ્રેકટરની ટ્રોલીના કાગળો પછી આપીશુ તેમ જણાવી વેચાણ કરતા હતા, આમ મજકુર બન્ને ઇસમોને પકડી પાડી જામનગર અલગ અલગ પોલીસ સ્ટેશના ૧૪ ટ્રેકટર/ટ્રોલી (લારી) ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. વી.ઍમ.લગારીયા તથા પો.સ.ઇ. પી.ઍન.મોરી તથા પો.સ.ઇ. ઍ.કે.પટેલ તથા ઍલ.સી.બી.ના નાનજીભાઇ પટેલ, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ધમેન્દ્રસિંહ ઍન જાડેજા,ક્રિપાલસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા,નિર્મળસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ,કિશોરભાઇ પરમાર,હરદીપભાઇ બારડ, નારણભાઇ વસરા, , રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(3:39 PM IST)