<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ગોંડલ પાલીકાનાં પ્રમુખપદે અશ્વિનભાઇ રૈયાણી, ઉપપ્રમુખ પારિતાબેન ગણાત્રાની વરણી

દંડક તરીકે આશીફભાઇ જકરીયા, શાસક પક્ષના નેતાપદે અશ્વિનભાઇ પાંચાણી

ગોંડલ, તા., ર૯: ગોંડલ નગરપાલીકા માં તમામ ૪૪ બેઠકો પર કોંગ્રેસ નાં સફાયા સાથે ભાજપ નો વિજય થયો હોય નગરપાલિકા વિપક્ષ વિહોણી બની હતી.ત્‍યારે તમામ સદસ્‍યો ને પ્રતિનિધિત્‍વ મળી રહે તે હેતુથી ભાજપ મોવડી જયરાજસિહ જાડેજાએ પ્રમુખ સહિત નાં હોદા ની મુદ્દત સવા વર્ષ ની રાખી હોય

ગોંડલ નગરપાલિકા માં છેલ્લી સવા વર્ષ ની ટર્મ માટે પ્રાંત અધિકારી ગમારા ની અધ્‍યક્ષતા માં મળેલી બેઠક માં પ્રમુખ તરીકે અヘીનભાઇ રૈયાણી ઉપપ્રમુખ તરીકે પારિતાબેન ગણાત્રા તથા કારોબારી ચેરમેન તરીકે ક્રીપાલસિંહ જાડેજા બીનહરીફ ચુંટાયા હતા. જ્‍યારે દંડક તરીકે આશીફભાઈ જકરીયા અને શાસક પક્ષનાં નેતા તરીકે અヘનિભાઇ પાંચાણી ની વરણી કરાઇ હતી.ચુંટણી સમયે ધારાસભ્‍યનાં પ્રતિનિધિ ગણેશભાઈ જાડેજા,ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયા,શહેર ભાજપ પ્રમુખ ઉપેન્‍દ્રસિંહ ચુડાસમા ઉપરાંત જીલ્લા ભાજપ નાં નરેન્‍દ્રસિંહ જાડેજા, રીનાબેન ભોજાણી સહિત સદસ્‍યો અને સમર્થકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૪.૩૩)

(4:00 PM IST)