News of Wednesday, 30th October 2024
ધનતેરસે સોનાના નકલી બિસ્કિટ લઇ ઠગાઈ કરવા નીકળેલ સોની યુવાન ઝડપાયો
સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઈ કરનારા ભુજના ચીટરોને આ યુવાન સોના ના નકલી બિસ્કિટ આપતો'તો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ભુજના એરપોર્ટ રોડ નજીક સ્વિફ્ટ કારમાં જઈ રહેલ માધાપર (ભુજ) માં રહેતા અમિત અમૃતલાલ સોનીને સોનાના ૧૬ નકલી બિસ્કિટ સાથે ઝડપી પાડ્યો હતો.
સ્વિત્ઝરલેન્ડ લખેલ ૧૬ સોનાના નકલી બિસ્કિટ સાથે ઝડપાયેલ આ સોની યુવાન ઉપર અગાઉ નકલી નોટ, નકલી બિસ્કિટના ઠગાઈના અલગ અલગ ગુનાઓ નોધાઈ ચૂક્યા છે. સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઈ કરનારા ભુજના ચીટરોને આ યુવાન સોના ના નકલી બિસ્કિટ આપતો હતો. ધનતેરસે આ યુવક કોઈને ઠગાઈ નો શિકાર બનાવે એ પહેલા જ પોલીસે એને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
