News of Wednesday, 30th October 2024
ભાવનગરમાં રોશની માટેની સિરીઝ ફીટ કરતી વખતે પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ ગોહીલનું અગાસી ઉપરથી પડી જતા મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૩૦ : ભાવનગર શહેરમાં રહેતા પોલીસ જવાનું તેની અગાસીમાં દિવાળી નિમિત્તે સિરીઝ ગોઠવવા જતા અગાસી થી નીચે પડી જતા કરુણ મોત નિપજ્યું છે.
કાળિયા બીડ વિસ્તારમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ ગોહિલ તેમના નિવાસસ્થાને અગાશીમાં દિવાળી પર્વ અંતર્ગત રોશની માટેની સીરીઝ ફીટ કરી રહ્યા હતા તે વેળાએ તેઓ અગાશી પરથી પડી જતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તાત્કાલીક સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા તેમને મળત જાહેર કરાયા હતા. બહાદુરસિંહ ગોહિલ ઉમરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. આ બનાવથી તેના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
