News of Wednesday, 30th October 2024
આટકોટમાં મંદિરમાંથી દાનપેટી તોડી રોકડની ચોરીઃ તસ્કર સીસીટીવીમાં કેદ

તસ્વીરમાં સીસીટીવીમાં કેદ તસ્કર નજરે પડે છે. (તસ્વીર : કરશન બામટા -આટકોટ)
(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૩૦ : આટકોટ ગાયત્રીનગરમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાંથી તસ્કરો દાન પેટીમાંથી રોકડની ચોરી કરી ગયા હતાં.
આટકોટના ગાયત્રીનગરમાં આવેલ સત્ય વિજય હનુમાન મંદિરમાં મોડી રાત્રે મંદિરમાં રહેલ દાન પેટીની તસ્કરોએ ચોરી દાન પેટીમાં રહેલ રોકડની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
આટકોટ પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરતા સીસીવીટી માં એક તસ્કર માથે કોથળી પહેરેલી નજરે પડે છે. અને અપંગ ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચોરીના બનાવ અંગે આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
