News of Wednesday, 30th October 2024
સતત છઠ્ઠી વખત રાષ્ટ્રીય કક્ષાએ FCBA એવોર્ડ મેળવતી ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક

વેરાવળઃ નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડિટ સોસાયટીસ લી., ન્યુ દીલ્હી અને સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા બેન્કીંગ ફનટીયર્સ દ્વારા ભારતભરની ૧૫૧૨ જેટલી નાગરિક સહકારી બેન્કો માટે યોજવામાં આવેલ રાષ્ટ્રીય કક્ષાની મીટીંગમાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ડીરેકટર સતીષજી મરાઠે, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડિટ સોસાયટીસના ચેરમેન લક્ષ્મીદાસજી, વાઈસ ચેરમેન મુદીત વર્માજી, ધી કોસમોસ કો-ઓપરેટીવ બેન્ક લી.ના ચેરમેન મિલીંદ કાલે, નેશનલ અર્બન કો-ઓપરેટીવ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સી.ઈ.ઓ. પ્રભાત ચતુર્વેદી તથા રાજસ્થાન અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન, ઉતરપ્રદેશ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન, વેસ્ટ બંગાલ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન, સાઉથ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનના ચેરમેનશ્રીઓ તથા ડિરેકટરશ્રીઓ તથા ભારતભરની અર્બન કો-ઓપરેટીવ બેન્કસના ચેરમેનશ્રીઓ, એમ.ડી.શ્રીઓ, સી.ઈ.ઓ.શ્રીઓ અને ડિરેકટરશ્રીઓની વિશાળ હાજરીમાં ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડએ વર્ષ ૨૦૨૩-૨૪ માં કરેલ ઉત્કળષ્ટ કામગીરી બદલ બેન્કના ચેરમેનશ્રી નવીનભાઈ એચ. શાહ, વાઈસ ચેરમેન શ્રીમતિ ભાવનાબેન એ. શાહ, અન્ય ડીરેકટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તથા સી.ઈ.ઓ . & એમ.ડી. શ્રીને રાષ્ટ્રીય કક્ષાએ (૧) બેસ્ટ મોબાઈલ એપ, (૨) બેસ્ટ સીકયોરીટી ઓપરેશન્સ સેન્ટર (SOC), (૩) બેસ્ટ એન્યુઅલ રીપોર્ટની કેટેગરીમાં ત્રણ FCBA એવોર્ડ તા. ૧૯/૧૦/૨૦૨૪ના લખનઉ મુકામે સમારંભમાં એનાયત કરવામાં આવેલ છે. ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લી.ને સતત છઠ્ઠા વર્ષે આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
