News of Wednesday, 30th October 2024
શ્રી સોમનાથ મંદિરમાં અભિજીત મુહૂર્તમાં ધન્વંતરિ ભગવાનનું પૂજન
આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરીનું વિશેષ પૂજન કરી ભકતોને નીરામય આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૩૦ : સોમનાથ તીર્થ ખાતે દીપાવલી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે ધનતેરસના પર્વ પર શ્રી સોમનાથ મંદિરમાં ભગવાન ધન્વંતરિ ભગવાનનું વિધિ વિધાન સાથે વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ધન્વંતરિનું પૂજન કરવાથી ભક્તોને નિરામય આયુષ્ય મળે છે.
ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે, ભગવાન ધન્વંતરિ ભગવાનને આયુર્વેદના દેવતા તરીકે ભક્તો દ્વારા પૂજવામાં આવે છે. તેઓ સમુદ્ર મંથનમાંથી અમળત કળશ લઈને પ્રગટ થયા હતા. આરોગ્યના દેવતાને આરોગ્ય અને સુખાકારીના દેવતા તરીકે પણ તેમને પૂજવામાં આવે છે.
શ્રી સોમનાથ મંદિર ખાતે મધ્યાહ્ન અભિજિત મુહુર્તમાં ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા ભગવાન ધન્વંતરિની વિધિવિધાન પૂર્વક પૂજા કરવામાં આવી હતી અને ખાસ ભારત દેશનું કલ્યાણ થાય, સર્વેને નીરામય આયુષ્યની પ્રાપ્તી થાય તેવી પ્રાર્થના કરાઈ હતી.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
