<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

પડધરીના જીલરીયામાં ૭૨ વર્ષના કાંતાબેન ભટ્ટીનો સળગીને આપઘાત

બિમારીથી કંટાળીને પગલુ ભર્યુઃ રાજકોટમાં મૃત્‍યુઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૦: બિમારીથી કંટાળી જઇ આત્‍મહત્‍યા કરી લેવાનો વધુ એક બનાવ બન્‍યો છે. પડધરીના જીલરીયામાં રહેતાં વૃધ્‍ધાએ સળગીને મોત મેળવી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જીલરીયા ગામે રહેતાં કાંતાબેન રતીભાઇ ભટ્ટી (ઉ.વ.૭૨) નામના વૃધ્‍ધાએ ગઇકાલે બપોરે રૂમમાં અગ્નિસ્‍નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.

કાંતાબેનને સંતાનમાં આઠ દિકરી અને એક દિકરો છે. પતિ હયાત છે. કાંતાબેનને ખભાનો દુઃખાવો સહિતની બિમારીઓ લાગુ પડી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્‍યું હતું. પડધરી પોલીસ વધુ તપાસ કરે છે.

(2:19 PM IST)