<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ફટાકડા ફોડતી વખતે સાવધાની રાખીએ

બાળકોને એકલા ફટાકડા ફોડવા આપશો નહીં: ફટાકડાને ખિસ્‍સામાં ન રાખોઃ ફૂટયા વિનાના ફટાકડા ઉપાડવા નહીં: ફટાકડા ફોડતી વખતે સીન્‍થેટીકના કપડા પહેરશો નહીં: પશુઓ ઉપર સળગતા ફટાકડા ફેંકવા નહીં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૩૦: દિવાળી મોજથી ઉજવવાની સાથે ફટાકડા ફોડતી વખતે સાવધાની રાખવા હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના રામદેવજીભાઇ મોઢવાડિયાએ જણાવ્‍યું છે હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું છે કે,ગીચતાવાળી જગ્‍યા, સાંકડી જગ્‍યા કે ઘરમાં ફટાકડા ફોડશો નહિ.વડીલોની ગેરહાજરીમાં બાળકને એકલા ફટાકડા ફોડવા દેશો નહિ.ફટાકડાને ખિસ્‍સામાં રાખશો નહિ. કે ફોડતી વખતે તેનો ઘા કરશો નહિ.અવાજની વિશિષ્ટ અસર માટે ફટાકડાને ટીનના ડબ્‍બામાં, કાચના શીશામાં, માટલામાં કે અન્‍ય બીજા અખતરાથી ફોડશો નહિ. ઘણા લોકો રસ્‍તા પર ફટાકડા ફોડતા રસ્‍તા પર જતી નિર્દોષ વ્‍યક્‍તિને પણ તેનાથી નુકશાન થઇ શકે છે,તો ઘણી વખત તેનાથી અકસ્‍માતના પણ કિસ્‍સા નોંધાય છે.ફુટયા વગરના ફટાકડાને ચકાસવું જોઈએ નહિ. હાથમાં ફટાકડા ફોડવાની હિંમત ન કરવી,વાહનમાં ફટાકડા ફોડશો નહિ.લાંબા કપડાં જલ્‍દીથી આગ પકડતાં હોય છે,તેથી તે પહેરવાનું ટાળો.ફટાકડા ફોડતી વખતે સીન્‍થેટીકના કપડાં પહેરશો નહિ,

દિવાળી દરમિયાન ફટાકડાના ધુમાડાને કારણે અસ્‍થમા અને શ્વાસની તકલીફમાં વધારો થાય છે તેમજ હ્રદયરોગ અને નબળા હદયવાળા લોકોને પણ મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે,તેથી ગીચ શેરીમાં ફટાકડા ફોડવાને બદલે શહેરની બહાર ખુલ્લામાં ફટાકડા ફોડવા જોઈએ ફટાકડા સળગતી વખતે બેદરકારીને કારણે હાથ દાઝી જવાના કે આંખમાં ઈજા થવાના કિસ્‍સાઓ દર વર્ષે મોટી સંખ્‍યામાં જોવા મળે છે.શરીર માટે હાનિકારક વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં ભળવાથી અસ્‍થમાના દર્દીની સમસ્‍યાઓમાં વધારો થતો જોવા મળે છે. ઘણી વખત આ તકલીફમાં દર્દીને હોસ્‍પિટલમાં દાખલ કરવાની પણ જરૂરીયાત ઉભી થતી હોય છે. ફટાકડાથી શ્વસન  તંત્ર પર તેની આડઅસરો અને તેમાં પણ અસ્‍થમાના રોગથી પીડાતી વ્‍યક્‍તિઓમાં સવિશેષ જોવા મળે છે.

ફટાકડા પશુઓ માટે ઘણી વખત ઘાતક સાબિત થાય છે,ખાસ કરીને શ્વાન અને ગૌધન મોટા ફટાકડાના અવાજથી ભડકે છે તેથી તે આમ તેમ દોડે છે જેનાથી અકસ્‍માત થાય છે કયારેક તે જીવ પણ ગુમાવે છે,પ્રાણીઓ બેઠા હોય તેની આજુબાજુમાં ફટાકડા ન ફોડવા જોઈએ તમારી બે મિનીટની ખુશી તે જીવના મોતનું કારણ બની જતું હોય છે,ઘણા લોકો મશ્‍કરીમાં પશુઓ પર ફટાકડા મુકી તેને નુકસાન પહોચાડતા હોય છે,તેથી ફટાકડા ફોડો પણ પશુઓનું ધ્‍યાન રાખો તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું છે.

ફટાકડા અવશ્‍ય ફોડો પણ શહેરની બહાર ખુલ્લી જગ્‍યામાં અથવા સોસાયટીના ખુલ્લા પ્‍લોટમાં ફોડો,અસ્‍થમાના દર્દી સહિત શ્વસનતંત્ર અને હ્રદયરોગના દર્દીઓએ ફટાકડાના ધુમાડાથી દુર રહેવું,નવજાત શિશુને કપડાથી વીટીને રાખવુંકાનમાં રૂ નાખવું તેમજ પશુઓ બેઠા હોય ત્‍યાં ફટાકડા ન ફોડવા એ પણ એક જીવ છે.તેથી સલામતીને દયાનમાં રાખી દિવાળીનો તહેવારની ઉજવણી કરો તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું છે.

(2:43 PM IST)