News of Wednesday, 30th October 2024
આટકોટના વેરાવળ(સા.) ગામે ધોળા દિ'એ બંધ મકાનમાંથી ૩ લાખની રોકડની ચોરી

રાજકોટ તા.૩૦: આટકોટના વેરાવળ(સા.) ગામે ધોળા દિ'એ તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી ૩ લાખની રોકડ ચોરી કરી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળ(સા.) ગામે રહેતા હસમુખભાઇ પરસોતમભાઇ ભુવાનો પરિવાર પાંચવડી ગામે ગયેલ ત્યારે ધોળા દિ'એ બપોરે ૧થી૩ દરમ્યાન તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશી કબાટનો લોક તોડી તેમાં રાખેલ મગફળી વેચાણના ૧.૬૬ લાખ તથા બચતના ૧.૩૪ લાખ મળી કુલ ૩ લાખની રોકડ ચોરી કરી ગયા હતા.
આ અંગે હસમુખભાઇએ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ કરતા આટકોટ પોલીસે તપાસ હાથધરી છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
