તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
અમદાવાદની જેલમાંથી ફરાર ધાંગધ્રાના આરોપીની ૧૧ વર્ષે કચ્છમાંથી ધરપકડ
હરિશ્ચંદ્રસિંહ ઉર્ફે પિન્ટુ સુરેન્દ્રસિંહ જાડેજા હત્યાના આરોપસર અમદાવાદની જેલમાં રહ્યા બાદ જામીન ઉપર છુટીને નાશી છૂટ્યો હતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧
મૂળ કચ્છના નખત્રાણાના અને હાલ ધાંગધ્રા રહેતો હરિશ્ચંદ્રસિંહ ઉર્ફે પિન્ટુ સુરેન્દ્રસિંહ જાડેજા હત્યાના આરોપસર અમદાવાદની જેલમાં રહ્યા બાદ જામીન ઉપર છુટી ૧૧ વર્ષથી ફરાર હતો.
તે કચ્છના ભચાઉ ભુજ હાઇવે ઉપર કનૈયાબે ગામ નજીકથી ઝડપાયો હતો. માંડવી પોલીસ સ્ટેશને તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો.
પશ્ચિમ કચ્છ પેરોલ ફ્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઈ જે.કે. બારીયા અને પોલીસ ટીમના રુદ્રસિંહ જાડેજા, હરિલાલ બારોટ, ધર્મેન્દ્ર રાવલ, વિમલ ગોડેશ્વર, સુરેશ ચૌધરી અને એલસીબીના મહિપાલસિંહ રાજપુરોહિત દ્વારા આ કામગીરી કરાઈ હતી.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
