<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

વંથલી પાસેની ઓઝત નદીમાં ઝંપલાવી કેશોદના યુવાનનો આપઘાત

માણાવદરની યુવતીનો ગળાફાંસો ખાઇને આત્‍મહત્‍યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧: વંથલી પાસેની ઓઝત નદીમાં ઝંપલાવી કેશોદના યુવાને અને માણાવદરની યુવતીની ગળાફાંસો ખાઈને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઈ હતી.

કેશોદમાં મોવાણા દરવાજા પાસે રહેતો અમાન ઇલિયાસભાઈ વામત નામના ૧૮ વર્ષના યુવાને ગઈકાલે વંથલી નજીક આવેલ ઓજત નદીમાં ઝંપલાવીને મોતને મીઠું કરી લીધું હતું. આ અંગેની જાણ થતા વંથલી પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ દોડી ગયો હતો અને યુવકની લાશને બહાર કાઢી પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાનના આપઘાત પાછળનું કારણ બહાર નહીં આવતા પોલીસે મળતકના ભાઈ અવેશ ઉર્ફે ઉવેશનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

ગળાફાંસો ખાધો

માણાવદરના રઘુવીર પરામાં રહેતી માનસિક અસ્‍થિર હનીફાબેન હાસમખાન બેલીમ નામની ૧૯ વર્ષની યુવતીએ ગઈકાલે પોતાની મેળે ગળાફાસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

એસિડ પી લેતા મોત

જૂનાગઢમાં ભારત મિલના ઢોરા વિસ્‍તારમાં રહેતા હુસેનખાન ઉમરખાન શેરવાની નામના ૭૦ વર્ષના વળદ્ધે કોઈપણ કારણસર એસિડ એસિડ પી જતા તેનું સારવાર દરમિયાન મળત્‍યુ નીપજ્‍યું હતું.

(10:27 AM IST)