<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

જૂનાગઢ સહિત સોરઠમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉમંગભેર ઉજવણી

આકાશમાં રંગબેરંગી ફટાકડાની આતશબાજી, મહાલક્ષ્મી મંદિરે વહેલી સવારથી દર્શનાર્થીઓની ભીડ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૩૧: જૂનાગઢ સહિત સોરઠમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મંદી અને મોંઘવારીને ભૂલી લોકો તહેવારની ઉજવણીમાં મશગુલ બન્‍યા છે.

દિવાળી પર્વને લઈને જુનાગઢના પંચ હાટડી ચોક, માંગનાથ રોડ માલીવાડા રોડ એમ જી રોડ ઝાંઝરડા રોડ મોતીબાગ આસપાસ સહિતના વિસ્‍તારોમાં ગઈકાલે પણ ખરીદી માટે લોકોની ભીડ રહી હતી.

સવારથી દિવાળીની ઉત્‍સાહભેર ઉજવણી થઈ રહી છે ત્‍યારે જુનાગઢમાં દર વર્ષની પરંપરા મુજબ વહેલી સવારથી દાણાપીઠ ખાતે બિરાજતા મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન માટે લોકો ઉમટી પડ્‍યા હતા.

સાંજે વેપારીઓ દ્વારા શુભ ચોઘડીએ ચોપડા પૂજન કરવામાં આવશે કોમ્‍પ્‍યુટર પર હિસાબો થતા હોવા છતાં પરંપરાગત રીતે ચોપડા પૂજન કરવામાં આવશે.

સાંજે આકાશ રંગબેરંગી ફટાકડાની આતશબાજીથી ગુંજી ઉઠશે. બુધવાર ને મોદી સાંજ સુધી ફટાકડાની ખરીદી રહેતા અમુક સ્‍ટોરમાં ફટાકડા ખલાસ પણ થઈ ગયા હતા.

જુનાગઢ શહેરમાં આતસભાજી દરમિયાન સંભવિત દુર્ઘટનાને રોકવા કેમિકલ બ્રાઉઝર તહેનાત કરવામાં આવેલ છે. શહેરના ગીત વિસ્‍તારોમાં અલ્‍ટ્રામિની બાઈક સાથે કર્મચારીઓ ફરજ બજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એક રાતમાં ૧૯ સ્‍થળે આગ લાગી હતી. આ વર્ષે આવી ઘટના ઘટે નહીં તે માટે શહેરના જુદા જુદા છ સ્‍થળોએ ફાયર વિભાગની ટીમ ખડેપગે રહેશે.

આવતીકાલે પડતર દિવસ છે. શનિવારે નૂતન વર્ષની પ્રથમ કિરણના વધામણા કરવામાં આવશે. વિવિધ જ્ઞાતિ સમાજો સંસ્‍થાઓ દ્વારા તોહમિલન આયોજન કરવામાં આવ્‍યું છે.  જોકે શુક્રવારે અને શનિવારે પણ દેવાલયમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરાયેલ છે.

(10:27 AM IST)