<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

અમિતભાઇ શાહ સાળંગપુરમાં: ભવ્‍ય યાત્રિક ભવનનું લોકાર્પણ

પૂ. આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી તથા સંતોની ઉપસ્‍થિતિઃ ભાવિકોને વધુ સુવિધા પ્રાપ્ત થઇ

રાજકોટ, તા, ૩૧: સાળંગપુર હનુમાનજી મંદીરના પરીસરમાં ર૦૦  કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્‍યાત્‍મિક સ્‍થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું ૧૧૦૦ રૂમનું શ્રી ગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. આ ૮ ફ્‌લોરવાળા ગેસ્‍ટ હાઉસનું લોકાર્પણ કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતશાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્‍તે આજે કરવામાં આવ્‍યું હતું.

શ્રી ગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવનમાં આખા બિલ્‍ડિંગમાં એક સાથ એક રૂમમાં પાંચ એમ ૧૦૦૦થી વધુ રૂમમાં ૫,૦૦૦થી વધુ લોકો આરામથી રહી શકશે. આ બિલ્‍ડિંગમાં ૪૦૦ એસી રૂમ દીઠ એકનું મેનઇટનન્‍સ ભાડુ ૧૫૦૦ રૂપિયા અને ૩૦૦ નોન એસી રૂમ ૮૦૦ રૂપિયા રહેશે. જેમાં એક-એક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. ૪૫ સ્‍યૂટ રૂમ દીઠ એકનું મેઈન્‍ટનન્‍સ ભાડુ ૩ હજાર રૂપિયા હશે. જેમાં દરેક રૂમમાં ૪ સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે.

આ અંગે હરિપ્રકાશદાસજી સ્‍વામીએ જણાવ્‍યું કે, સાળંગપુરમાં વિશ્વનુઆધ્‍યાત્‍મ જગતનું અને ગુજરાતનું ભવ્‍યાતિભવ્‍ય ૧૧૦૦રૂમવાળું શ્રી  ગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવન બનીને તૈયાર  થઈ ગયું છે. જેનું લોકાર્પણ ગળહમંત્રી અમિત શાહ,  વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી  મહારાજ, વડીલ સંતો અને વડતાલ ટેમ્‍પલ બોર્ડ  દ્વારા કરાયું હતું.

પૂ.હરિપ્રકાશદાસજી સ્‍વામી અને પૂ. વિવેકસાગર સ્‍વામીએ શ્રી ગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવનની ડિઝાઈન અંગે ખાસ જણાવ્‍યું કે,ગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવનની  ડિઝાઈનમાં વૈદિક અને વિજ્ઞાનિક લોજિક છે. પહેલી પતંગિયાની વિશેષતા છે કે, શાંતિનું પ્રતિક છે, તે કયારેય કોઈને કોઈ જાતનો ઉપદ્રવ કરતું નથી. બીજી પતંગિયાની વિશેષતા છે કે, તે પ્રકાશનો પૂજારી છે પ્રકાશમાં પતંગિયાને આકર્ષણ  છે તે અંધકારનો પૂજારી નથી. ત્રીજી પતંગિયાની  વિશેષતા છે.

(12:32 PM IST)