તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
અમરેલીના ખીજડીયામાં ખેતરમાંથી મળેલો હાથ બેટરીનો દટ્ટો ફાટતાં બે ભાઇઓ દાઝ્યા
મુળ એમપીના ૭ વર્ષના સાગર અને ૧૧ વર્ષના ધીરજને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૩૧: બાળકો રમત રમતમાં ઘણીવાર મુશિબત નોતરી લેતાં હોય છે. અમરેલીના ખીજડીયા ગામે ભરતભાઇની વાડીમાં પરિવાર સાથે રહેતાં મુળ મધ્યપ્રદેશના બે ભાઇઓ સાગર માનસીંગ બોડલીયા (ઉ.વ.૭) અને ધીરજ માનસીંગ બોડલીયા (ઉ.વ.૧૧) સાંજે છએક વાગ્યે વાડીમાં હતાં ત્યારે સીંગ વીણતી વખતે હાથ બેટરીમાં ફીટ કરવાનો દટ્ટો ધીરજને મળતાં તે હાથમાં લઇને જોતો હતો તે વખતે નાનો ભાઇ સાગર પણ બાજુમાં ઉભો હતો. આ દટ્ટો એકાએક જ ધડાકા સાથે ફાટતાં બંને ભાઇ હાથ, મોઢા પર દાઝી જતાં દેકારો મચી ગયો હતો.
બંનેને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ અને ભાવેશભાઇએ અમરેલી તાલુકા પોલીસને જાણ કરી હતી. વાડી માલિકના કહેવા મુજબ બેટરીનો જુનો પુરાણો દટ્ટો હતો જે કોઇએ ફેંકી દીધો હતો. આ દટ્ટો ધીરજના હાથમાં આવ્યા બાદ તે જોતો હતો તે વખતે જ ધડાકા સાથે ફાટયો હતો. પોલીસે ખરેખર શું બન્યું? તેની તપાસ હાથ ધરી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
