તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
હડમતાળામાં દવાવાળી ડોલમાં પાણી ભરી પી લેતાં પરિણીતાનો જીવ ગયો
મુળ કપડવંજની ૨૪ વર્ષની વર્ષાબેન નાયક પતિ, પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતી હતીઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૩૧: ગોંડલના હડમતાળા ગામે વાડીમાં પતિ, પરિવારજનો સાથે રહી મજૂરી કરતી મુળ કપડવંજની ચોવીસ વર્ષની પરિણીતાએ ખેતરમાં છાંટવા માટે જેમાં દવા ભરી હતી તે ડોલ ખાલી થઇ ગયા બાદ તેમાં પાણી ભરી ભુલથી પી જતાં ઝેરી અસર થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ હડમતાળામાં ઘનુભા જાડેજાની વાડીએ રહેતી વર્ષાબેન નિકુંજભાઇ નાયક (ઉ.વ.૨૪)ને સાંજે ઝેરી અસર થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
વર્ષાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. પતિએ કહ્યું હતું કે ખેતરમાં દવા છાંટયા બાદ ડોલ ખાલી કરીને રાખી હતી તેમાં ભુલથી પત્નિ વર્ષા પાણી ભરીને પી ગયા બાદ ઉલ્ટીઓ થવા માંડી હતી અને બેભાન થઇ ગયા બાદ સારવારમાં મૃત્યુ થયું હતું. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
