તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
શકિતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં
શનિવારે ભાવનગરના લીમડા (હનુભાના)માં સ્નેહમિલન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ :.. રાજયસભાના સંસદસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલે દીપોત્સવી પર્વ તથા નુતન વર્ષ નિમિતે શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આગામી વર્ષ સૌના માટે સુખ, શાંતિ, આનંદ, ઉત્સાહ અને પ્રગતિ તેમજ ભાઇચારાથી ભરપૂર બની રહે તેવી પ્રભુ પ્રાર્થના કરી છે.
તા. ર-૧૧-ર૦ર૪ ને શનિવારના રોજ નુતન વર્ષ નિમિતે મિત્રો, કાર્યકર્તાઓ, શુભેચ્છકોને સ્નેહમિલનમાં મળી શકાય તે માટે શકિતસિંહ ગોહિલ પોતાના વતનના ગામ લીમડા (હનુભાના), તા. ઉમરાળા, જી. ભાવનગર ખાતે સવારના ૧૦-૦૦ કલાકથી બપોરના ૧ કલાક તેમજ બપોરે ૪ કલાકથી સાંજના ૬-૩૦ કલાક સુધી મળી શકશે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
