<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

પોરબંદરની શ્રીનાથજી હવેલીમાં રવિવારે સાંજે અન્નકોટ મનોરથના દર્શન

પોરબંદરની શ્રીનાથજી હવેલીનું શ્રીનાથદ્વારામાં દર્શન જેટલું મહત્‍વ : શ્રીનાથદ્વારા હવેલીના રાકેશબાવાશ્રીની પ્રેરણાથી પોરબંદરમાં શ્રીનાથજીની હવેલી : વિશ્વમાં ર સ્‍થળે હવેલીમાં ધજા મનોરથ જેમાં રાજસ્‍થાન શ્રીનાથજી હવેલી સાથે પોરબંદરની હવેલીનો સમાવેશ : પુનમ ભરવા જતાં વૈષ્‍ણવો પોરબંદર હવેલીમાં પુનમ ભરી શકે તેવી આસ્‍થાઃ શ્રીનાથદ્વારા જેમ પોરબંદરમાં મુંડનવિધિ

પોરબંદર તા.૩૧: શ્રીનાથદ્વારામાં દર્શન જેટલુ મહત્‍વ ધરાવતી પોરબંદરની શ્રીનાથજી હવેલીમાં તા.૧૦મી નવેમ્‍બર કારતક સુદ નોમ- રવિવારે સાંજે પ વાગ્‍યે અન્નકોટ મનોરથના દર્શન રાખેલ છે.

વિશ્વમાં વૈષ્‍ણવોમાં આસ્‍થાનું પ્રતિક ગણાતી અને તીલકાયતી મહારાજ શ્રી રાકેશ બાવા ના આશિર્વાદ અને પ્રેરણાથી નાથદ્રારામાં જે શ્રીનાથજીની હવેલી આવેલ છે. તે જ રાકેશબાવાશ્રીના આદેશ અને પ્રેરણાથી પોરબંદરમાં પણ ‘‘શ્રીનાથજી''ની હવેલી આવેલ છે.

વિશ્વમાં બે હવેલીમાં ધજા મનોરથ કરવામાં આવે છે. કે જેમાં (૧) રાજસ્‍થાનમાં આવેલી શ્રીનાથજી ની હવેલી તથા (૨) પોરબંદરમાં આવેલી શ્રીનાથજીની હવેલી તે જ રીતે સગાઈ પ્રસંગે શ્રીનાથજીની ભેટ પણ પોરબંદરમાં જ ઘરી શકાતી હોય અને નાથદ્રારાની જેમજ હવેલી ના બહાર ઓટલે મુંડનવીધી પણ થઈ શકતી હોય અને તે રીતે નાથદ્રારા ની જેમજ પોરબંદરની શ્રીનાથજીની હવેલીમાં પુનમ પણ ભરી શકાતી હોય અને તે રીતે પોરબંદરમાં આવેલી શ્રીનાથજીની હવેલી વૈષ્‍ણવો માટે આસ્‍થાનું પ્રતિક ગણાય છે.

શ્રીનાથદ્રારા જેવા જ દર્શનો પોરબંદરમાં થતા હોય અને પરમપૂજય શ્રી રાકેશબાવાની પ્રેરણા અને આશિર્વાદથી તથા અધિકારીશ્રી જીવનસિંહ રાઠોર ની દેખરેખ નીચે મુખ્‍યાજી શ્રી પ્રકાશભાઈ ઠાકર તથા પાર્થ ઠાકર તથા દેવલ ઠાકર દ્રારા તા. ૧૦ને કારતક સુદ ૯ ને રવિવારે પોરબંદરની શ્રીનાથજી હવેલીમાં અન્નકોટ મનોરથના સાંજના ૫-૦૦ કલાક થી દર્શન રાખેલા હોય તેથી આ દર્શનનો લાભ લેવા તમામ વૈષ્‍ણવોને મુખ્‍યાજી પ્રકાશભાઈ ઠાકરએ જણાવેલ છે. અને આ સંબંધે કોઈ વૈષ્‍ણોવોને વિશેષ કોઈ માહીતીની જરૂરત હોય તો અધિકારીશ્રી જીવનસિંહ રાઠોર મોબાઈલ નંબર ૮૧૦૭૦૫૨૩૧૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

(12:13 PM IST)