<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

૩૦૦૦ દીવડાઓથી ઝગમગશે ભાવનગરનું અક્ષરવાડી પરિસર

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૧ : આજે હિંદુઓનો સૌથી મોટો ઉત્‍સવ સમો દિવાળીનો દિવસ સૌ કોઈના હૃદયમાં ઉત્‍સાહનો ધોધ જોવાં મળે છે. ભગવાન શ્રી રામચંદ્રજી, માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણજી સાથે અયોધ્‍યા પરત પધાર્યા ત્‍યારે પુરા અયોધ્‍યામાં હજારો દીવડાઓ પ્‍રગટાવીને ભગવાનને આવકાર્યા હતા. બસ એ જ પરંપરા આજ સુધી ચાલી આવે છે.

અત્‍યારે દિવાળીનો તહેવાર આવતા લોકોનો ઉત્‍સાહ બેવડાય જાય છે. અને ધર્મ સ્‍થાનકોમાં પણ ઉત્‍સવ મનાવવામાં આવે છે. તે ઙ્કમાણે ભાવનગર બીએપીએસ શ્રી સ્‍વામિનારાયણ મંદિર એટલે કે અક્ષરવાડી ખાતે આજનાં દિવસે સાંજના સમયે પુરા મંદિર પરિસરને ૩૦૦૦ દીવડાઓ ઙ્કગટાવીને દૈદીપ્‍યમાન કરવામાં આવશે. સાંજનાં ૫ વાગ્‍યે ચોપડા પૂજન પછી મંદિરમાં ભવ્‍ય દીપોત્‍સવી આરતી કરવામાં આવશે.

વિવિધ રંગોની રોશની દ્વારા મંદિર અને પુરી પ્રદક્ષિણા પરિસર આપણને અલૌકિક વાતાવરણમાં લઇ જશે અને દિપાવલીનો ઉત્‍સવ ૩૦૦૦ દીવડાઓ પ્રગટાવીને ભગવાનને દીપ જ્‍યોતિનું અર્ધ્‍ય આપવામાં આવશે. અને તારીખ ૨ નવેમ્‍બરને શનિવારનાં રોજ નૂતન વર્ષનાં દિવસે ૧૨૦૦ કરતાં પણ વધારે વિવિધ વાનગીઓ ભગવાન સમક્ષ મૂકીને ભવ્‍ય અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. સવારે ૧૦ વાગ્‍યાંથી સાંજનાં સાડા પાંચ વાગ્‍યાં સુધી આ ભવ્‍ય અન્નકૂટનાં દર્શન પણ ભાવિકભક્‍તો કરી શકશે.

(12:17 PM IST)