<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ગુજરાત સ્‍ટેટ કો.ઓપરેટિવ બેંક અમદાવાદના બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડની બિનહરીફ વરણી

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા. ૩૧: જુનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ ઓફ ડાયરેક્‍ટરો ની બેઠક જુનાગઢ જિલ્લા ડેપ્‍યુટી ક્‍લેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને સર્કિટ હાઉસ જુનાગઢ માં મળેલ જેમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ ,વાઇસ ચેરમેન મનુભાઈ ખૂંટી ,અને જિલ્લાના બેંકના ડાયરેક્‍ટરો હાજર રહ્યા હતા , જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેન કિરીટભાઇ પટેલ દ્રારા રજૂ કરેલ દરખાસ્‍ત મુજબ જુનાગઢ જિલ્લા બેંક ડાયરેક્‍ટરોમાંથી ગુજરાત સ્‍ટેટ કો.ઓપરેટિવર બેંકના ડાયરેક્‍ટર તરીકે સિનિયર ડાયરેક્‍ટર અને ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડનું નામ દરખાસ્‍ત કરતાં બેંકના વાઇસ ચેરમેન મનુભાઈ ખૂંટી દ્વારા ટેકો આપતા હાજર તમામ ડાયરેક્‍ટરો દ્વારા સંમતિ મળતા અને બીજું કોઈ નામ ના આવતા મામલતદાર સાહેબ જુનાગઢ દ્રારા જશાભાઈ બારડને બિનહરીફ જાહેર કરવામાં આવ્‍યા છે.

બેંકના ચેરમેન કિરીટભાઇ પટેલ ,વાઇસ ચેરમેન મનુભાઈ ખૂટી ,જવેરિભાઈ ઠકરાર દિનેશભાઇ ખટાંરિયા,શૈલેન્‍દ્રસિંહ રાઠોડ દિલીપભાઇ ઝાલા,જેસીગભાઈ મોરિ ,જેઠાંભાઈ પાનેરા,પુંજાભાઈ બોદર, ભૂપતભાઈ હિરપરા ,ભાવેશભાઈ વોરા,ડો.આંબલીયા ,હિતેન્‍દ્રભાઈ રાજાણી , વજુભાઈ મોવાણીયા ડોલિબેન અજમેરા ,ગીતાબેન મહેતા તેમજ બેંક ના સી.ઇ.ઓ .રૂપપરા દ્વારા જશાભાઈ બારડ ને અભિનંદન પાઠવ્‍યા હતા.

(12:20 PM IST)