<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ગારીયાધારના સુખપર શ્રી આરાધધામ મામાપીર જગ્‍યામાં નૂતન વર્ષે યોજાશે શ્રી સંત ભક્‍ત ચરિત્ર ગાથા

શ્રી અવધેશાનંદ ભારતીજીના સાનિધ્‍યમાં કથા વકતા ઘનશ્‍યામભાઇ લખાણી દ્વારા મળશે લાભ

(મુકેશ પંડિત દ્વારા) ઇશ્વરીયા તા. ૩૧ : ગારિયાધાર પાસે સુખપર શ્રી આરાધધામ મામાપીર જગ્‍યામાં નૂતન વર્ષે રવિવારથી શ્રી સંત ભક્‍ત ચરિત્ર ગાથા યોજાશે. શ્રી અવધેશાનંદ ભારતીજીનાં સાનિધ્‍યમાં કથા વક્‍તા ઘનશ્‍યામભાઈ લખાણી દ્વારા લાભ મળશે.

નૂતન વર્ષે રવિવાર તા.૩થી સુખપર ગામે શ્રી આરાધધામ મામાપીર જગ્‍યામાં ભાવ ભક્‍તિ અને ઉત્‍સાહ સાથે શ્રી સંત ભક્‍ત ચરિત્ર ગાથા આયોજન થયું છે. અહીંયા ગૌસેવા તથા અન્નક્ષેત્ર સેવા ચાલી રહી છે.

ગારિયાધાર પાસે સુખપર શ્રી આરાધધામ મામાપીર જગ્‍યામાં શ્રી અવધેશાનંદ ભારતીજી (શ્રી પંચ દશનામ જૂના અખાડા - રમતા પંચ)નાં સાનિધ્‍યમાં અહીંયા શ્રી સંત ભક્‍ત ચરિત્ર ગાથા યોજાશે. કથા વક્‍તા સંત પ્રેમી શ્રી ઘનશ્‍યામભાઈ લખાણી દ્વારા પંથકની ભૂમિનાં સિદ્ધ સંતોની પ્રેરક અને અંધશ્રદ્ધા રહિતની કથા વાત ગાન કરનાર છે.

શ્રી ભારતી આશ્રમ શ્રી આરાધધામમાં આ કથા પ્રસંગે દેહાણ્‍ય સિદ્ધ ધર્મ સ્‍થાનોની જ્‍યોત લાવવામાં આવેલ છે, જેનું વિધિવત સ્‍થાપન થઈ રહ્યું છે. અહીંયા કથા ગાન સાથે યજ્ઞનું પણ આયોજન છે.

નૂતન વર્ષ પર્વ દરમિયાન આ ધર્મ સંસ્‍કળતિનાં આયોજનમાં રક્‍તદાન શિબિર ગોઠવવામાં આવશે. દરરોજ રાત્રે લોકડાયરા કાર્યક્રમો યોજાયેલ છે.

સમગ્ર કથા ઉત્‍સવમાં સંતો, મહંતો, ગાદીપતિ, વિદ્વાનો, મહાનુભાવો, અગ્રણીઓ મોટી સંખ્‍યામાં જોડાનાર છે અને ભજન સાથે ભોજન લાભ લેનાર છે. ગારિયાધાર સાથે ભાવનગર પંથક સાથે સુરત, અમદાવાદ તેમજ અન્‍યત્ર રહેલાં ભાવિક શ્રોતાઓ કથા માટે આવનાર છે, જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે

(12:20 PM IST)