<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

કટીંગ કરતી વખતે જ પોલીસ ત્રાટકીઃ સાયલાના આયા ગામે ૩૦ લાખના દારૂ સાથે વાહન પકડાયું

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૧ :.. દારુનાં ચાલુકટ્ટીન્‍ગ પર રેઇડ કરી ૩૦ લાખના દારૂ સાથે  કુલ મુદ્દામાલ કી.રૂ.૪૭,૯૫,૩૮૪/- નો પકડી પાડતી સાયલા પોલીસે પકડી પાડયો છે.

 રાજકોટ રેન્‍જ આઇજીપી શ્રી અશોકકુમાર યાદવ  પોલીસ અધિક્ષક

ડો. ગીરીશ પડાંયા  ના.પો.અધિ. વી.એમ.રબારી (લીંબડી ડીવીઝન)ની સચુ ના મુજબ

સુરેન્‍દ્રનગર જીલ્લામાંથી પ્રોહી/જુગારની પ્રવૃતિ નાબદુ કરવા સુચના દરમ્‍યાન પીએસઆઇ એચ. એન. ઝાલાને બાતમી મળેલ કે એક સફેદ કલરના મહોરા વાળો ટાંકો રજી નં.  યુકે-૦૪-સીએ-૯૭૧૩ વાળીનો ચાલક પોતાના કબ્‍જા ભોગવટાના સદર ટાંકામાં દારૂનો જથ્‍થો ભરી આયા ગામની સીમ પડતર ખરાબામાં લઇને ગયેલ છે અને હાલ કટીંગ ચાલુ છે. તેવી હકિકત આધારે રેઇડ કરતા (૧) રોયલ ચેલેન્‍જ ફાઇન રીઝવણ વીસ્‍કી બોટલો કુલ નંગ ૧૬પર ક. રૂા. ૧ર,૦૧,૮૭ર (ર) મેકડોવેલ્‍સ નં. ૧ ડીલક્ષ ઓરીજનલ વીસ્‍કી બોટલો નંગ ૧૮૯૬ રૂા. પ,૪૦,૩૬૦ (૩) મેકડવોલ્‍સ નં. ૧ ડીલક્ષ ઓરીજનલ વીસ્‍કી બોટલો નં. ૧૯૬૮ રૂા. ૧૧,૦૪,૦૪૮, (૪) એક ટાટા કંપનીના ટાંકાના યુકે-૦૪-સીએ. ૯૭૧૩ વાળો કિ. રૂા. ૧પ,૦૦,૦૦૦ (પ) એક બોલેરો પીકઅપ ગાડી જીજે-૧૩-એ.ડબલ્‍યુ. ૯૩ર૬ વાળી કિ. રૂા. ૩,૦૦,૦૦૦ (૬) એક કાળા કલરનુ હીરો કંપનીનુ એચ. એફ. ડોન પ્‍લેટ વગરનું મો. સા. ક. રૂા. ૩૦,૦૦૦ (૭) એક કાળા કલરનો સાદો મોબાઇલની કિ. રૂા. ૧૦૦૦, એમ કિ. ર૯,૯૪,૩૮૪ અને નો. ક. રૂા. ૧૮,૩૧,૦૦૦ કુલ મુદામાલ કિ. રૂા. ૪૭,૯પ,૩૮૪ ને પકડી પાડેલ છે. જો કે તમામ આરોપીઓ ફરાર થઇ ગયા છે.

આ કામગીરીમાં પીઆઇ બી. એચ. શીંગરખીયા, પીએસઆઇ. એચ. એન. ઝાલા, પીએસઆઇ એસ. ડી. પટેલ, એએસઆઇ એચ. એન. ઝાલા, એચ.સી. એ. કે. ગઢવી, કે. ડી. ઝાલા, એમ. એમ. પરમાર, જે. ડી. રાઠોડ, પીસી મિન્‍ધરસિંહ ચૌહાણ, યોગેશકુમાર કનૈયાલાલ, યુવરાજસિંહ અરવિંદસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકી, સુરેશભાઇ ખરગીયા, રમેશભાઇ શેખ, હરપાલસિંહ પરમાર રોકાયા હતાં.

(12:21 PM IST)