તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 31st October 2024
ભુજ પાલિકાના પૂર્વ નગરપતિ સ્વ. રસિકભાઇ ઠકકરની પુણ્યતિથી નિમીતે પ્રતીમાને હાર રોપણ કરી શ્રધ્ધાંજલી અર્પણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧ : ભુજ પાલિકાના પુર્વ નગરપતિ સ્વ. રસિકભાઈ ઠક્કરની પુણ્યતિથી નિમીતે પ્રતીમાને હારારોપણ કરી શ્રધ્ધાંજલી અપાઈ હતી.
આજરોજ ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ, જુના જનસંઘી અક્ષરનિવાસી રસિકભાઈ ઠકકરને તેમની પુણ્યતિથી નિમીતે નગરપાલિકા તેમજ તેમના પરિવાર દ્વારા રાજેન્દ્રપાર્ક પાસે આવેલ તેમની ઙ્કતિમાને હારારોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.
ઉપરોકત પ્રસંગે પુષ્પાંજલી આપતા નગરઅધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતુંકે ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે સ્વ.રસિકભાઈ ઠકકરે કરેલી કામગીરી આજે પણ લોકો કદી ભુલી શકે તેમ નથી.
ઉપરોકત પ્રસંગે પુષ્પાંજલી આપતા કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે જનસંઘના સમયથી પાર્ટીને મોટી કરવામાં રસિકભાઈ ના યોગદાનને કયારે પણ ભુલી શકાશે નહીં
ભુજ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ડો.મુકેશભાઈ ચંદે શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે લોહાણા સમાજના પ્રમુખ તરીકે રસિકભાઈ એ કરેલી કામગીરી અને ધરતીકંપ સ્મશાનમાં કરેલી કામગીરી સમાજના લોકો કયારે પણ ભુલી શકશે નહીં.
આ અંગે પ્રતિભાવ આપતા સ્વ. રસિકભાઈ ઠકકર ના પુત્ર અને માજી નગરપતિ શ્રી ઘનશ્યામ ભાઈ આર. ઠકકરે જણાવ્યું હતું કે આજના દિવસે કચ્છની કુળદેવી આઈશ્રી આશાપુરામાં પાસે પ્રાર્થના કરું છું કે મને તેમજ મારા પરિવારને મારા પિતાના બતાડેલા પથ પર ચાલવાની મને અને મારા પરિવારને શકિત આપે.
આ પ્રસંગે શ્રી ઠકકરના પરિવાર વતી રાશનકીટ વિતરણ, તેમજ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ તેમજ ગીતા પઠનના વિદ્યાર્થીઓને ફી ભરી આપવામાં આવી હતી.
પરિવાર વતી રાજુલાબેન ઠકકર, પીયુષભાઈ ઠકકર, કળપાબેન ઠક્કર, વરૂણ ઠક્કર, દધીચી,કાવ્યા,કલ્પેશભાઈ પુજારા, તેમજ ઉપેન્દ્રભાઈ ઉપાઘ્યાય,હીતેશભાઈ ઠકકર, મૂળરાજભાઈ ઠક્કર, બાલકળષ્ણભાઈ ઠકકર, જયંતભાઈ ઠકકર, દિલીપભાઈ ઠકકર,શાસકપક્ષના નેતા કમલભાઈ ગઢવી, નગર સેવક કાસમ કુંભાર, રાજપુત સમાજના ઙ્કમુખ હિરેનભાઈ રાઠોડ, દર્શકભાઈ અંતાણી, વિભાકરભાઈ અંતાણી અનવર નોડે, રાજેશ પાંડે વગેરે આગેવાનો ઉપસ્થિત રહી અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
