તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
મેંદરડા ખેતી બેંકના મેનેજરનો વિદાય સમારંભ

સુત્રાપાડાઃ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં ખેતીબેંક શાખાના બ્રાન્ચ મેનેજર એચ. આર. વાળા વયમર્યાદાના કારણે નિવળત થતા હોય તેઓનો વિદાય સંભારંભ મેંદરડા બ્રાન્ચમાં જૂનાગઢ, પોરબંદર, અને ગીર સોમનાથના ખેતીબેંકના ચેરમેન અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતમાં યોજાયેલ. બ્રાન્ચ મેનેજર એચ. આર. વાળા નું સ્મળતિચિન્હ તેમજ સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યુ.જૂનાગઢ જિલ્લા ના ચેરમેન જશાભાઈ બારડ, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર દિલીપભાઈ ઝાલા, મેંદરડા ખેતી બેંકના પ્રમુખ ખીમાનંદભાઈ સોલંકી, ઉપ પ્રમુખ વિનયભાઈ ખુંટ, સભ્ય જીણાભાઈ ભીમાણી, જિલ્લા મેનેજર કાનજીભાઈ ડોડીયા, વિશાલભાઈ મોરડીયા અને કર્મચારીઓં હાજર રહ્યા હતા. ડોલરભાઇ કોટેચાએ ટેલીફોનીક શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર-અહેવાલઃ રામસિંહ મોરી-સુત્રાપાડા)
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
