<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

રાત્રે ફટાકડાની આતશબાજી સાથે દિવાળીની ઉજવણી : શનિવારે બેસતુ વર્ષ

દિપાવલી પર્વમાં ફરવા લાયક અને ધાર્મિક સ્‍થળોએ ભાવિકોની ભીડ જામશે : વિવિધ જગ્‍યાએ અન્નકુટ દર્શન

રાજકોટ, તા. ૩૧ :  આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને રાત્રીના સમયે આજે ફટાકડાની આતશબાજી કરવામાં આવશે અને કાલે શુક્રવારે પડતર  દિવસ અને શનિવારે બેસતુ વર્ષ ઉજવાશે. અને સામુહિક સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાશે.

દિપાવલી પર્વમાં ધાર્મિક અને ફરવા લાયક સ્‍થળોએ ભાવિકોને ભીડ જામશે. ધાર્મિક સ્‍થળોએ અન્નકુટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે.

ધારી

સૌરાષ્‍ટ્રમાં અમરેલી જીલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીને કાંઠે ૫૦૦ વર્ષો પુરાણું સુપ્રસિદ્ધ યાત્રાસ્‍થળ, દર્શનીય પાર્વતીપરમેશ્વરધામ શ્રીજીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમમાં ભાવસભર વાતાવરણમાં શ્રદ્ધા ભક્‍તિભાવપૂર્વક આસો વદ અમાસથી કારતક સુદ લાભપાંચમ સુધી ભારતીય સંસ્‍કળતિનું મહત્‍વનુ પર્વ દિપાવલી પર્વ ઉજવાશે. જેમાં શિવમંદિરમાં કૈલાસદર્શન, પુષ્‍પશળંગાર, કલાત્‍મક રંગોળી અને વષાાલંકારોની દર્શનીય શોભા થશે. સવારે ૬-૦૦ થી ૧૨.૦૦ સુધી પૂજન, અર્ચન અને રુદ્રાભિષેકનો ભાવિકો ધર્મલાભ લેશે શિવજીને બિલીપત્ર, જળ,પુષ્‍પો તથા વિવિધ ધાન્‍યોનો અભિષેક થશે. ભાવિકો દ્વારા મહાદેવજીની વિશેષ પૂજાઅર્ચના સામૂહિક ભાવવંદના થશે. દીપમાળાની દીપદાન આરતી સાથે શિવપૂજન થશે દર્શનનો સમયસવારે ૬-૦૦ થી ૧૨-૦૦ અને સાંજે ૩-૦૦ થી ૮-૦૦ નો રહેશે.અત્રે એ ઉલ્લેખનીયછેકે ભારતમાતા અને કષ્ટભંજન હનુમાનજીના નિજમંદિરો સાથે ૫૦૦ વર્ષો પુરાણા પ્રાણપ્રતિષ્‍ઠાયુક્‍ત શિવલિંગની સાથોસાથ શિવપાર્વતીનું સજોડે પ્રાણપ્રતિષ્‍ઠાયુક્‍ત મૂર્તિમંત સ્‍વરૂપ બિરાજમાન હોય તેવું સૌરાષ્‍ટ્રનું આ અજોડ શિવાલય છે. પૂ. ગિરધરબાપા ભટ્ટજી અને બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારા જના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ આ પાવન ભૂમિમાં નુતન વર્ષના મંગળ દિવસોમાં આયોજિત આ ધર્મકાર્યની સફળતા માટે જીવનમુક્‍તેશ્વર આશ્રમના કાર્યકરો અને સેવકગણ  જહેમત ઉઠાવી રહ્યાછે.  ધર્મલાભ લેવા સર્વે ભાવિકોને ડો.કળષ્‍ણકુમાર શાષાીએ હાર્દિક અનુરોધ કરેલ છે.

 જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  વિક્રમ સંવત ૨૦૮૦ ની વિદાય પછી વિક્રમ સંવત ૨૦૮૧ ના સ્‍વર્ણિમ, સુવર્ણ પ્રભાતની આભા આપ સર્વના જીવનમાં શારીરિક, માનસિક, સામાજિક, સદ્ભાવનાનો પ્રકાશ પ્રસરાવે અને સર્વ એકબીજાને ક્ષેમકુશળની આશા, અભિલાષા વ્‍યકત કરી સર્વેને હૃદયોર્મિથી મળી શકીએ તે હેતુથી નીચે જણાવેલ સમયે જામનગર કચ્‍છી લોહાણા મિત્ર મંડળ દ્વારા તોહ મિલનના કાર્યક્રમમાં  તા. ૨ ના રોજ સાંજના ૦૭-૦૦ કલાકે   જામનગર લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર ચોક, જામનગર ખાતે યોજાશે તેમ અને મંત્રીની યાદીમાં જણાવાયું છે. (

(12:39 PM IST)