તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
જામનગર જિલ્લામાં માવઠાના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કૃષિમંત્રી

જામનગર તા.૩૧: જિલ્લામાં માવઠાના પરિણામે ખેડુતોના પાકને નુકશાની સર્જાઇ હોવાથી રાજ્યના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગળહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના કાતડા, ડાંગરા, ખાખરા અને કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે ખેડૂતો સાથે બેઠકો યોજી હતી. તેમજ ખેતરોમાં થયેલ પાક નુકસાનીનું જાતે નિરીક્ષણ કર્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે, અતિવળષ્ટિ અને માવઠાના પરિણામે ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે. તે બદલ સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. મંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે બેઠક યોજી તેઓની રજૂઆતો સાંભળી હતી. તેમજ સર્વેની કામગીરી અંગેની પણ જાણકારી મેળવી હતી.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
