તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
આજે સાંજે રાઘવજીભાઇ પટેલની આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૧ : જામનગર મહાનગરપાલિકા હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલ્વે ઓવરબ્રીજ પાસે આવોલ વીર સાવરકર ભવન તરીકે ઓળખાતી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે રાઘવજીભાઇ પટેલ દિવાળી તહેવાર નિમિત્તે શુભેચ્છા મુલાકાત આજે ગુરૂવારે સાંજે પ કલાકે વીર સાવરકર ભવન, બેડી રેલ્વે ઓવરબ્રીજ પાસે, જામનગર ખાતે મુલાકાત કરશે.
આ તકે પૂનમબેન માડમ-સાંસદ,જામનગર, વિનોદભાઇ ખીમસૂર્યા-જામનગર મહાનગનરપાલિકા, દિવ્યેશભાઇ અકબરી -ધારાસભ્ય જામનગર, શ્રીમતિ રીવાબા જાડેજા-ધારાસભ્ય જામનગર, ડી.એન. મોદી - કમિશનર, જામનગર મહાનગરપાલિકા, શ્રીમતિ ક્રિષ્નાબેન સોઢા - ડે. મેયર જામનગર મહાનગરપાલિકા, નિલેશભાઇ કગથરા -ચેરમેન સ્ટે. કમિટી જામનગર-મહાનગરપાલિકા, આશિષભાઇ જોષી -જામનગર મહાનગરપાલિકા, કેતનભાઇ નાખવા-જામનગર મહાનગરપાલિકા, ધવલભાઇ નંદા-જામનગર મહાનગર પાલિકા, જયેન્દ્રસિંહ ઝાલા -જામનગર મહાનગરપાલિકા ઉપસ્થિત રહશે. તેમ જામનગર મહાનગરપાલિકા પરિવારે જણાવ્યું છે
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
