<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

હળવદના રણછોડગઢ નજીક વિદેશી દારૂ-બિયર ભરેલી બોલેરો ઝડપાઇ, આરોપી ફરાર : એલસીબી ટીમે રૂપિયા ૫.૭૭ લાખની મુદ્દામાલ કબ્‍જે કર્યો

 

( દીપક જાની દ્વારા ) હળવદ, તા. ૩૧: મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રણછોડગઢ ગામ જવાના રસ્‍તેથી રેઢી હાલતમાં પડેલી જીજે - ૩૬ - વી - ૦૪૧૭ નંબરની બોલેરો કાર પકડી પાડી ચેક કરતા બોલેરોમાંથી વિદેશી દારૂની નાની મોટી ૪૮૯ બોટલ કિંમત રૂપિયા ૨,૫૨,૨૪૬, બિયર ટીન નંગ ૨૫૨ કિંમત રૂપિયા ૨૫,૪૫૨ સહિત ૨,૭૭,૬૯૮ રૂપિયાનો દારૂ બિયર તેમજ ૩ લાખની બોલેરો ગાડી સહિત ૫,૭૭,૬૯૮નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. જો કે, દરોડા સમયે બોલેરો ચાલક હાજર નહિ મળી આવતા ગાડી નંબરના આધારે બોલેરો ચાલક માલિક વિરુદ્ધ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:08 PM IST)