<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

મોરબીમાં ટ્રાન્‍સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂ ભરેલા ૭ ડ્રમ પકડાયા

એલસીબીએ ર.પ૪ લાખનો ૮૪૮ બોટલ દારૂ કબ્‍જે કર્યો : દારૂનો જથ્‍થો મંગાવનારની શોધ

પકડાયેલ વિદેશી  દારૂનો જથ્‍થો નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ, મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩૧: મોરબીના લાતી પ્‍લોટ શેરી ૫ માં આવેલ ટ્રાન્‍સપોર્ટના ગોડાઉનમાં બેરલનો જથ્‍થો પડ્‍યો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડા પાડીને દારૂનો જથ્‍થો ઝડપી લીધો હતો.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લાતી પ્‍લોટ શેરી ૫ માં આવેલ લાલજી મુલજી ટ્રાન્‍સપોર્ટના ગોડાઉનમાં દારૂનો જથ્‍થો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્‍યાંથી કુલ ૭ પ્‍લાસ્‍ટિકના ડ્રમમાં દારૂનો જથ્‍થો બોટલ નંગ ૮૪૮ કીમત રૂ.૨,૫૪,૦૦૦ તથા પ્‍લાસ્‍ટિકના ડ્રમ નંગ ૭ કીમત રૂ.૩૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૫૭,૫૦૦ કબજે કરી માલ મંગાવનાર સામેની તપાસ હાથ ધરવામાં આવી છે

 પોલીસે દારૂનો માલ મંગાવનાર સામે જ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે જો કે માલ કોણે  મોકલ્‍યો અને કયાથી આ ડ્રમ મોકલવામાં આવ્‍યા હતા તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ.

(2:13 PM IST)