તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ગોંડલના ચોરડી પાસે ૩પ લાખનો વિદશી દારૂનો જથ્થો પકડાયો
દારૂ ભરી આવેલી બે બોલેરોમાંથી કટીંગ થતું'તુંને એલસીબી તથા એસઓજીનો કાફલો ત્રાટકયોઃ ૬રર૮ બોટલ દારૂ અને ૩ વાહન સહિત ૪૬ લાખના મુદામાલ સાથે બેની ધરપકડ : રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા તથા ટીમના દરોડાના પગલે નાસભાગઃ ડ્રાઇવરો નાસી છુટયાઃ બે મજુરો પકડાઇ ગયા

તસ્વીરમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ બન્ને શખ્સો નજરે પડે છે. (૪.૨૪)
રાજકોટ, તા., ૩૧: ગોંડલના ચોરડી ગામ પાસે ગત રાત્રે રૂરલ એલસીબીએ ૩પ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી બે શખ્સોને દબોચી લીધા હતા. દારૂ ભરેલી બે બોલેરોમાંથી અન્ય વાહનમાં દારૂના જથ્થાનું કટીંગ થતુ હતું. ત્યારે જ રૂરલ એલસીબી ત્રાટકતા નાસભાગ મચી ગઇ હતી. ત્રણેગ વાહનોના ડ્રાઇવર નાસી છુટયા હતા. જયારે બે મજુરોને ઝડપી લેવાયા હતા.
જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી દારૂ જુગારની પ્રવૃતિ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પો.સબ ઇન્સ. બી.સી. મીયાત્રા તથા એલસીબી અને એસઓજી શાખાના સ્ટાફના માણસો સાથે દિવાળીના તહેવાર અનુસ઼ધાને કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતા.
જે દરમ્યાન એલસીબી શાખાના પો.હેડ કોન્સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ તથા પો.કોન્સ. મહિપાલસિંહ ચુડાસમા નાઓને મળેલ સંયુકત હકિકત આધારે ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં રાધે ઇન્ડસ્ટ્રીયલ જોન વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬રર૮ કિ. ૩૪.૯૯ લાખ, ત્રણ વાહનો કિ. ૧૦.૯૦ લાખ, કુલ ૪૬,૦૦,પ૪૦ના મુદામાલ સાથે આરોપી શંબુનાથ બારીક સ.ઓ. દીનબંધુ બારીક (ઉ.વ.૩૮) ધંધો મજુરી રહે. મુળ ગામ નીલપુરા રાજય ઓરીસ્સા ૭પ૬૦૭૯ હાલ રહે. રાજકોટ ભાવનગર રોડ, વિજયનગર સીરાજભાઇ જુણેજાના મકાનમાં ભાડેથી તથા પુલીન પન્ન સ.ઓ. અનંતા પન્ના ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. ગામ પદીમા, પヘમિ રાજય વેસ્ટ બંગાળ, હાલ રહે. રાજકોટ ભાવનગર રોડ, વિજયનગર, સીરાજભાઇ જુણેજાના મકાનમાં ભાડેથીને ઝડપી લેવાયા હતા.
વિદેશી દારૂ ભરેલી બે બોલેરોમાંથી અન્ય એક વાહનમાં દારૂના જથ્થાનું કટીંગ થતુ હતુ ત્યારે જ પોલીસ ત્રાટકતા ડ્રાઇવરો નાસી છુટયા હતા. જયારે ઉકત બે મજુરોને પોલીસે ઝડપી લીધા હતા.
આ કાર્યવાહીમાં એલસીબી શાખાના એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, રસીકભાઇ જમોડ, પો.કોન્સ. મહિપાલસિંહ ચુડાસમા, પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજ તથા એસઓજી શાખાના એએસઆઇ જયવિરસિંહ રાણા, પો.હેડ કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, હિતેષભાઇ અગ્રાવત, અરવિં઼દભાઇ દાફડા વિગેરે નાઓ જોડાયેલ હતા.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
