<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ખેડૂતોના ખેતરમાં મગફળી આવી ગઇ છે પરંતુ ખેડુતોને મગફળીના ભાવ નથી મળતા : ઇસુદાન ગઢવી

ગુજરાત સરકાર ટેકાના ભાવના આધારે મગફળીની ખરીદી નથી કરી રહી જેના લીધે ખેડૂતોને પુરતો ભાવ નથી મળી રહ્યો : ‘‘આપ''ના નેતાનો આક્રોશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩૧ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્‍યમથી મહત્‍વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્‍યું હતું કે, ખેડૂતોના ખેતરમાં મગફળી આવી ગઈ છે પરંતુ ખેડૂતોને મગફળીના ભાવ નથી મળી રહ્યા. એક બાજુ કમોસમી વરસાદ, બાદ જન્‍માષ્ટમીમાં પડેલો વરસાદ, સહાયના નામે મીંડું,  સહાયના ફોર્મ પણ ભરાતા નથી, ફોર્મ ભરાય તો ઓપરેટરો નથી, અને તારીખો ફિક્‍સ છે એટલે કે સહાયો મળવાના ચાન્‍સ પણ ઓછા છે. આજે ખેડૂતોની એવી ફરિયાદ છે કે ૨૦૧૪માં મગફળીનો ૧૧૦૦-૧૨૦૦ ભાવ મળતો હતો, પરંતુ હાલ ૨૦૨૪માં ફક્‍ત ૯૦૦-૯૫૦ ભાવ મળી રહ્યો છે. હાલ  ૧૩૫૭ તો મગફળીનો પ્રતિ મણ ટેકાનો ભાવ છે પરંતુ સરકાર આ ભાવે મગફળી ખરીદતી નથી. અને જો સરકાર ખરીદી કરે છે તો ફક્‍ત મળતીયાઓ પાસેથી ખરીદી કરે છે.

સ્‍વામિનાથન કમિટી અનુસાર તો ૨૪૦૦-૨૫૦૦નો મગફળીનો ભાવ મળે. પરંતુ અમારી માંગ છે કે સરકાર ૧૩૫૭ રૂપિયાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદે. જો સરકાર ટેકાના ભાવે ખરીદી નહિ કરે તો ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી આંદોલન કરશે અને ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે. સાથે સાથે ભાજપના લોકોને પણ ગામોમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ચૂંટણી સમયે અને સદસ્‍યતા અભિયાન માટે તો ભાજપના લોકો આવી જતા હોય છે પરંતુ મગફળીનો ભાવ આપવાનો સમય આવે ત્‍યારે તેઓ ગાયબ થઈ જાય છે. આજે ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્‍ય છે અને ૨૫ સાંસદ સભ્‍યો છે પરંતુ આ મુદ્દા પર કોઈ બોલતું નથી. આજે સાબિત થઈ ગયું છે કે ભાજપના કોઈ નેતા ખેડૂતોના હિતેચ્‍છુ નથી.(

(2:22 PM IST)