<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

સૌ સ્‍વસ્‍થ રહે, નિરામય રહે, સુખી થાય, સૌનુ કલ્‍યાણ થાયઃ પૂ. રમેશભાઇ ઓઝા

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧ :.. પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા દિપાવલી એવં નૂતનવર્ષનો સંદેશ પાઠવવામાં આવેલ છે.

તેઓએ જણાવ્‍યું છે કે, જ્‍યારથી આ પળથ્‍વી બની ત્‍યારથી આ પળથ્‍વી ઉપર દિવસ અને રાત આ બંને વસ્‍તુ છે. આપણી સોલાર સિસ્‍ટમમાં આપણી સૂર્યમાળામાં જેટલા ગ્રહો છે એ બધાના ઉપર રાત્રિ અને દિવસ એ સૂર્યને કારણે છે; આપણે બધા જાણીએ છીએ અને એટલા માટે ખાસ કરીને આપણા ગુજરાતના હિસાબે જોઈએ, મહારાષ્‍ટ્રના હિસાબે જોઈએ તો વર્તમાન વર્ષની છેલ્લી રાત્રિ અને નવા વર્ષનું પહેલું પ્રભાત આ બંને જગ્‍યાએ બે વર્ષને જોડતી સંધિ છે અને એટલા માટે છેલ્લા વર્ષની રાત મહત્ત્વની એટલે રાતના આપણે દિવાળી મનાવીએ, દીવડા પ્રગટાવીએ. એની શરૂઆત ભલે બે-ચાર દિવસ પહેલાથી થઇ ગઈ હોય. પણ મહત્ત્વ દિવાળીનું અને દિવાળીનું મહત્ત્વ એટલે રાત્રિનું મહત્ત્વ. એવા દીવડા પ્રગટે કે અમાસની અંધારી રાત પણ પ્રકાશથી ઝળહળી ઉઠે. આથી આપણે અંધકાર ઉપર પ્રકાશના વિજયના પર્વરૂપે દિવાળીને મનાવીએ છીએ.

આપ સૌને આ દિપાવલી પર્વની અને નવાવર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. જે દશવિધ લક્ષ્મી શાષાોમાં કહી છે  એનાથી બધા જ યુક્‍ત થાય, એનાથી સંપન્ન થાય, સૌ સ્‍વસ્‍થ રહે, નિરામય રહે, સૌ સુખી થાય અને સૌનું કલ્‍યાણ થાય. નવવર્ષના પ્રભાતે ભગવાન સવિતાને, જે આરોગ્‍યના દાતા છે એ ભગવાન ભુવનભાસ્‍કરને આપ સૌને માટે પ્રાર્થના, દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના. તેમ પૂ. રમેશભાઇ ઓઝાએ જણાવ્‍યું છે. 

(2:25 PM IST)