તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
મોરબીના તળાવીયા સનાળા ગામે પત્નીની હત્યા કરનાર
પતિ નરબેસિંગ જેલહવાલે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૩૧: મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ લાકડાનો ધોકો ઝીંકી દેતા પત્નીનું મોત થયું હતું જે હત્યાના બનાવમાં આરોપી પતિને ઝડપી જેલહવાલે કર્યો હતો.
ફરિયાદી દીપકભાઈ બગ્ગાભાઈ ડામોરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે મળતક ભુરીબેન મેડાએ પતિ આરોપી નરબેસિંગ ભાગ્ગાસિંગ મેડાને ફટાકડા લેવા રૂ.૫૦૦ આપ્યા હોય જે બધા પૈસાના ફટાકડા લઇ આવેલ હોય જેથી ઝઘડો થયો હતો અને પતિ નરબેસિંગે ભુરીબેનને માથામાં લાકડાના ધોકા મારી દેતા મોત થયું હતું જે હત્યાના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડા રહે હાલ તળાવીયા શનાળા સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીના લેબર કોલોની, મૂળ રહે એમપી વાળાને ઝડપી લઈ ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
