<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

જાફરાબાદ ધાડના ગુનામાં ૧ર આરોપી ઝડપાયા

અમરેલી તા. ૩૧: ગઇ તા.૨૯ રાત્રીના ચંદ્રકાંતભાઈ બચુભાઈ શીયાળ, ઉ.વ.૬૮, (રહે.જાફરાબાદ) વાળાની બોટો મચ્‍છીમારી કરી પરત આવેલ, જાફરાબાદ ટી પોઇન્‍ટ જે.ટી. એ મચ્‍છી ખાલી કરવા માટે ચંદ્રકાંતભાઇ તથા સાહેદ રાજેન્‍દ્રભાઈ જતા હતા એ વખતે આ કામના આરોપીઓ બરફનું ટ્રેકટર જે.ટી. ઉપર આડુ રાખેલ હોય જે ટ્રેકટર હટાવી લેવાનું ચંદ્રકાંતભાઈએ કહેતા, આરોપીઓ એકદમ ઉશ્‍કેરાઇ જઇ ગાળો આપવા લાગતા, સાહેદ રાજેન્‍દ્રભાઈએ તેના ભાઈ ચેતનભાઈને ફોન કરી જાણ કરતા, ચેતનભાઇ આવી આરોપીઓને સમજાવતા તેઓને સારૂ નહી લાગતા, કુહાડી વતી ચેતનભાઈ ઉપર જીવલેણ હુમલો કરી,  ચેતનભાઈએ ગળામાં પહેરેલ સોનાનો ચેઈન કિ.રૂ.૮૦,૦૦૦/- નો ખેંચી લઇ તેમજ અન્‍ય સાહેદોને પણ પાઈપ, ધોકા જેવા હથિયારો વડે ગંભીર ઇજાઓ કરી ગુનો કરેલ હોય.

જે અન્‍વયે સાવરકુંડલા ડીવીઝનના ઇન્‍ચાર્જ ના.પો.અધિ. ચીરાગ દેસાઈ  નાઓની રાહબરી હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.  એ.એમ.પટેલ તથા એસ.ઓ.જી. પો.ઇન્‍સ.શ્રી આર.ડી. ચૌધરી તથા જાફરાબાદ મરીન પો.સ્‍ટે. પોલીસ ઇન્‍સ. ડી.એસ.ઈશરાણી નાઓની અલગ અલગ ટીમો બનાવી,  આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે.

જેમાં (૧) યશવંતભાઇ નારણભાઈ બારૈયા, ઉ.વ.૪૮,  (૨) સિધ્‍ધાર્થભાઈ યશવંતભાઈ બારૈયા, ઉ.વ.૨૩  (૩) જેન્‍તીભાઈ ભાણાભાઈ બાળધીયા, ઉ.વ.૩૮, (૪) મહેશભાઈ જીણાભાઈ બાળધીયા, ઉ.વ.૨૫, (૫) મુકેશભાઈ બાબુભાઈ બાળધીયા, ઉ.વ.૨૦, (૬) વીરાભાઈ કરશનભાઈ શીયાળ, ઉ.વ.૨૬, (૭) પરશોતમભાઈ કાનાભાઈ શીયાળ ઉ.વ.૩૫ (૮)બાબુભાઈ જગાભાઈ બાળધીયા, ઉ.વ.૪૫, (૯) મુકેશભાઈ બાબુભાઈ શીયાળ, ઉ.વ.૨૦,  (૧૦) માનસીંગભાઈ આંણદભાઈ શીયાળ, ઉ.વ.૩૫, (૧૧) સંજયભાઈ નારણભાઈ બારૈયા, ઉ.વ.૪૪, (૧૨) રાહુલભાઈ બોઘાભાઈ સોલંકી, ઉ.વ.૨૦,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ ેની સુચના અને માર્ગદર્શન હેઠળ  એલ.સી.બી. ટીમ તથા  એસ.ઓ.જી. ટીમ  તથા જાફરાબાદ મરીન પો.સ્‍ટે. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(3:13 PM IST)