તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
એક દીકરીને લગ્નના શણગાર સાથે કરિયાવર આપી તહેવારની અનોખી ઉજવણી કરતી મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : હિન્દૂ સમાજનો સૌથી મોટો તહેવાર દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી માટે સમાજના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આનંદ કરવા સાથે સેવાકાર્યો કરી રહ્યા છે,ત્યારે મોરબીમાં એક જરૂરતમંદ લક્ષ્મી સ્વરૂપ એક દીકરીને લગ્નસરાની ચીજ વસ્તુઓ જેવી કે ૧૩ નંગ સાડીઓ, ડિનર સેટ, કૂકર, જગ, તપેલીઓનો સેટ, ચાંદી ની પાયલ સહીત અનેક જરૂરી નાની મોટી વસ્તુઓ આપવા સાથે આ સંસ્થાએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ ઉજવણી સાથે સંસ્થાની બહેનોના ચહેરા પર પણ ઉત્સવની અનેરી ખુશી અને પ્રસંગનો આનંદ એક સાથે જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા આવા માનવ સેવા અને સમાજ સેવા ના ઘણા કાર્યો કરવામાં આવ્યા છે.
જેના દ્વારા એ સમાજ ના બધા લોકોને અપીલ કરતા જણાવે છે છે, કે તેમને પણ આવા અમુક સમાજ સેવા ના કાર્યો કરવા જોઈએ. આવા કાર્યો કરવાનું આશય આ સંસ્થા નું ફક્ત એટલું છે કે સમાજ ના બધા લોકો ના મોં પર મુસ્કાન લાવી શકે.
આ સાથે મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી મોરબી જીલ્લાના પ્રજાજનોને દિવાળી તેમજ નવા વર્ષ માટે નૂતન માટે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી છે
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
