તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ- યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો કરનારા 12 આરોપીઓ પોલીસ સકંજામાં
જાફરાબાદ મરીન પોલીસ, LCB, SOGની ટીમો દ્વારા 12 આરોપીની ધરપકડ: આરોપીઓએ હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો કર્યો

અમરેલી: ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર જીવલેણ હુમલાનો મામલે યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો કરનારા પોલીસ સકંજામાં આવી ગયા છે. જાફરાબાદ મરીન પોલીસ, LCB, SOGની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા 12 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો કર્યો હતો. ચેતન શિયાળ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરી વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
