<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ધોરાજી વોડ નં 9માં નગર પાલિકા દ્વારા બનાવામાં આવતા નવા રોડ રસ્તાનું. કામ નબળું કરતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ બંધ કરાવ્યું

લલિત વસોયાએ વોર્ડ ન 9 નીલકંઠ મહાદેવ મંદિર પાસે કામ બંધ કરાવ્યું

ધોરાજી :વોડ નં 9  માં નગર પાલિકા દ્વારા બનાવામાં આવતા નવા રોડ રસ્તા નું. કામ નબળું કરતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ બંધ કરાવ્યું હતું

ધોરાજીમાં રોડ રસ્તા બાબતે નબળા કામ થઈ રહ્યા હોય તેમ જ છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ના પ્રશ્નો લોકો પણ વિરોધ કરી રહ્યા હોય છે ત્યારે ધોરાજીના નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તા નું કામ શરૂ થયું હતું જેમાં વોર્ડ નંબર 9 નીલકંઠ મહાદેવ મંદિર વાળી શેરીમાં પેવર રોડ નું કામ શરૂ થતા જે કામ નિયમ કરતા પણ વધારે નબળું થતું હોય તેવી ફરિયાદ ઉડતા તાત્કાલિક ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલીતભાઈ વસોયા શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરા તાત્કાલિક તેમની ટીમ દ્વારા એ વિસ્તારમાં દોડી જઈને ડામર રોડનું કામ જે પ્રકારે થતું હતું તે બાબતે કોન્ટ્રાક્ટરને પૂછતા અને નિયમ પ્રમાણે કામ નહીં થતું હોવાનું જણાવતા તાત્કાલિક ડામર નું કામ બંધ કરાવ્યું હતું

આ બાબતે પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવેલ કે ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારનો શાસન ચાલતું હોય અને વહીવટદારના શાસનમાં સો ટકા સારું કામ થવું જોઈએ પરંતુ એટલું બધું નબળું કામ થઈ રહ્યું છે જે આજે આ કામનો અમોએ ચેકિંગ કરતા સામે જોવા મળ્યું છે કે જે પ્રકારે ટેન્ડરમાં શરતો આપી હોય છે અને સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં ડબલ નું કામ થતું હોય તેવરનું કામ થતું હોય તેમાં જે નિયમો હોય એ નિયમ કરતા નબળું કામ થતું હોય છે તે આજે અમારી સામે જોવા મળ્યું છે
નીતિ નિયમ ને નેવે મૂકી અને ડામર રોડ નું કામ થઈ રહ્યું છે
નબળા કામ બાબતે નગર પાલિકા ના અધિકારીઓ પણ જવાબદાર છે
થોડા દિવસ પહેલા રૂપિયા 8 લાખની માટે કૌભાંડ જોવા મળ્યું હતું બાદ નવા પેવલ રોડ ની અંદર પણ નબળા કામ થઈ રહ્યા છે તેવી ફરિયાદ ઉઠતા અમોએ ચેકિંગ કર્યું હતું અને ભાજપના આગેવાનો પણ આ સ્થળ ઉપર હાજર હતા તેમની સામે પણ આ પુરાવો સાબિત થયો હતો
 નગરપાલિકાના વહીવટદારો કોન્ટેક્ટ ને છાવરી રહ્યા હોવા નો આક્ષેપ કર્યો હતો
ટેન્ડર ની શરત મુજબ કામ ના થતું હોવાનું પણ લલિત વસોએ જણાવ્યું હતું. આ બાબતે તાત્કાલિક જિલ્લા કલેકટર દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે એક્શન લેવામાં આવે તેવી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ માગણી કરી હતી

(7:37 PM IST)