તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
જૂનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળી પર્વની સુંદર ઉજવણી.
સાંજે મંદિરના પોર્ડિયમ ઉપર દિવાળી શારદા પૂજન - ચોપડા પૂજનનો વિધિ, સંતોના વૈદિક ગાન અને વૈદિક મહાપૂજા વિધિ દ્વારા કરાયા

( વિનુ જોશી દ્વારા )જૂનાગઢ બી.એ પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળી પર્વ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યું છે. મંદિરને તથા મંદિરના કેમ્પસને લાઈટ સીરીઝ તથા સુંદર ઝગમગતા દીવડાઓ તથા અન્ય સજાવટથી સજાવવામાં આવ્યું છે. ગઈકાલે સંતોએ કાળી ચૌદસની સાંજે મંદિરમાં શ્રી હનુમંત પૂજા આરતી કરી હતી. આજે સાંજે મંદિરના પોર્ડિયમ ઉપર દિવાળી શારદા પૂજન - ચોપડા પૂજનનો વિધિ, સંતોના વૈદિક ગાન અને વૈદિક મહાપૂજા વિધિ દ્વારા કરાયો હતો. હરિભક્તોએ મોટી સંખ્યામાં પોતપોતાના ચોપડા લઈને આ મહાપુજા વિધિમાં ભાગ લીધો હતો. અંતમાં મંદિરમાં સહુ સંતો ભક્તોએ મળીને શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની મહાઆરતી કરી હતી. પૂજ્ય કોઠારી સ્વામીએ સહુ હરિભક્તોને આશીર્વાદથી લાભાન્વિત કર્યા હતા. મંદિરનું આકાશ ફટાકડાઓના ધ્વનિ તથા આતશબાજીની વર્ષાથી ઝળહળી ઉઠ્યું હતું. તા.૧/૧૦/૨૪ પડતર દિવસ હોવાથી તેમાં વિશેષ આયોજન નથી. પરંતુ તા ૨/૧૦/૨૪ શનિવારના રોજ સવારે મંદિરમાં તથા નીલકંઠવર્ણી મંડપમાં તમામ ખંડોમાં ભગવાન સમક્ષ મિષ્ટાન્ન, ફરસાણ, બેકરી આઈટમ, લીલોતરી શાક, શરબત વગેરે ભાત ભાતના વ્યંજનોથી ભવ્ય મહાઅન્નકૂટ ગોઠવવામાં આવશે. સંગીતજ્ઞ યુવકો સંતો, ભગવાન સમક્ષ થાળગાન કરશે. સંતો માટીમાંથી બનાવેલા ગોવર્ધન પર્વતની પૂજા કરશે અને ત્યારબાદ અન્નકૂટની ભવ્ય આરતી થશે. સહુ પ્રેમી ભક્તોને બી.એ.પી.એસ અન્નકૂટ દર્શન માટે ભાવભર્યુ આમંત્રણ આપે છે. અન્નકૂટનાં દર્શન સમગ્ર દિવસથી લઈને સંધ્યા સુધી થશે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
