તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
તહેવાર ઉપર ફરજ બજાવતા કર્મનિષ્ઠો સાથે યંગ ઇન્ડિયા ગૃપે દીવાળીની ઉજવણી કરી.
હંમેશા કંઈક અલગ અને પ્રેરણાદાયી કાર્યક્રમો કરતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજાયો : તહેવારોમાં પણ ફરજ બજાવતા વિવિધ વિભાગોના કર્મવીરોને દિવાળીની અનોખી શુભેચ્છા અપાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દિવાળીની અનોખી ઉજવણીના ભાગરૂપે અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યો દ્વારા તહેવારો ઉપર પોતાની ફરજને જ સર્વસ્વ સમજીને પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલીને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મવિરોનું સન્માન કરીને તેને મીઠાઈ આપવામાં આવી હતી. દિવાળીના પર્વે પણ પોતાની ફરજ બજાવતા આ કર્મવિરોની કર્મનિષ્ઠાની કદર થતા તેઓના ચેહરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.
યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દિવાળીના પ્રકાશપર્વની ઉજવણી એવા લોકોને સમર્પિત કરવામાં આવી હતી જે લોકો ખુદ સ્વયમ પ્રજલિત થઈ પોતાની દિવાળી ભૂલી સમાજને સુંદર રીતે ઉપયોગી બની પૂર્ણનિષ્ઠા થી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળીની પણ અનોખી ઉજવણીના ભાગરૂપે કર્મવીર કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દિવાળીએ પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલી જઈને સમાજ માટે ફરજ બજાવતા પોલીસ, એસટી, નગરપાલિકા, પેટ્રોલપમ્પ, રેલવે, ફાયરબ્રિગેડ, ટ્રાફીક વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સરકારી કે જાહેર સંસ્થાઓમાં સેવા આપતા કર્મવીરોનું સન્માન કરી તેઓને દિવાળીની શુભકામના પાઠવી તેમની સેવા બદલ આભારની લાગણી પ્રગટ કરાઇ હતી.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
