તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ફરી એક વખત સંસ્કૃતિના જતન માટે સાર્થક અગ્રેસર, સમગ્ર રાજ્યમાં નૃત્ય નાટીકા( ભવાઈ વેશ )માં સાર્થક વિદ્યામંદિર દ્વિતીય ક્રમાંકે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા બાળ નાટ્ય/નૃત્ય નાટીકા સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં સાર્થક વિદ્યામંદિર મોરબીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ભવાઈ વેશ "જસમા ઓડણ" રજૂ કરવામાં આવ્યો જેમાં બાળ કલાકારોએ પોતાની આગવી કલાથી ઉત્તમ ભાવ પ્રગટ કર્યા અને સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો.
આ સમગ્ર નૃત્ય નાટીકાના ડાયરેક્ટર સાર્થક વિદ્યામંદિરના રવિરાજભાઇ પૈજા હતા . જેઓએ વિદ્યાર્થીઓને સમગ્ર તૈયારી કરાવી હતી.
સત્ય ઘટના પર આધારિત આ નૃત્ય નાટીકાના સંવાદ અને સંગીત લખનાર અને નાટકના દિગ્દર્શક મોરબીના જાણીતા કલાકાર પ્રાણજીવનભાઈ વ્યાસ છે.
સાર્થક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ સાર્થક પરિવાર અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
